ભગવાન શિવની વિશેષ કૃપા પ્રાપ્તિ માટે અધિક શ્રાવણ માસમાં અજમાવો આ સરળ અને સચોટ ઉપાય
ભગવાન શિવની (Lord shiva) ઉપાસના માટે શ્રાવણ માસ સર્વશ્રેષ્ઠ માનવમાં આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં આવી રહેલ સમસ્યાો દૂર થાય છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શ્રાવણ માસમાં ભગવાન શિવ અને તેમના સમગ્ર પરિવારની ઉપાસના કરવાથી જાતકને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે.
હિન્દુ પંચાંગ અનુસાર 18 જુલાઇથી અધિક શ્રાવણ માસ શરૂ થશે. આપને જણાવી દઈએ કે ભગવાન શિવને ખૂબ જ પ્રિય છે આ મહિનો. તો ચાલો જાણીએ સોમવારનું મહત્વ અને આ દિવસે કરવાના કેટલાક સરળ અને સચોટ ઉપાયો વિશે. ભગવાન શિવની ઉપાસના માટે શ્રાવણ માસ સર્વશ્રેષ્ઠ માનવમાં આવે છે. શ્રાવણ મહિનાના દરેક સોમવારના દિવસે ભગવાન શિવની ઉપાસના કરવાથી જીવનમાં આવી રહેલ સમસ્યાઓ દૂર થાય છે.
શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર શ્રાવણ માસમાં ભગવાન શિવ અને તેમના સમગ્ર પરિવારની ઉપાસના કરવાથી જાતકને સુખ, સમૃદ્ધિ અને ઐશ્વર્યની પ્રાપ્તિ થાય છે. એક માન્યતા તો એવી પણ છે કે આ પવિત્ર મહિનામાં પૂજા-અર્ચના કરવાથી જાતકની દરેક મનોકામના પૂર્ણ થાય છે. એમાં પણ આ વખતે તો અધિક શ્રાવણનો પણ સંયોગ થયો છે. જે સવિશેષ ફળદાયી મનાય છે.
અધિક શ્રાવણ માસ
હિન્દુ પંચાંગ અનુસાર આ વર્ષે 18 જુલાઇથી અધિક શ્રાવણ માસનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ અધિક શ્રાવણના પહેલા સોમવારનું વ્રત 24 જુલાઇએ રાખવામાં આવશે. આ વર્ષે અધિક માસ હોવાના કારણે શ્રાવણ માસ 1 મહિનાનો નહીં, પરંતુ 2 મહિના સુધી ચાલવાનો છે.
શ્રાવણ સોમવારના વ્રતનું મહત્વ
એવી માન્યતા છે કે ભગવાન શિવને શ્રાવણનો મહિનો ખૂબ પ્રિય છે. આ મહિનામાં જે વ્યક્તિ પૂર્ણ શ્રદ્ધા અને ભક્તિભાવથી ભગવાન શિવની ઉપાસના કરે છે તેમને શિવજીના અખૂટ આશીર્વાદની પ્રાપ્તિ થાય છે. સાથે જ આ પવિત્ર માસમાં ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરવાથી દાંપત્યજીવનમાં આવી રહેલ સમસ્યાઓ દૂર થાય છે અને સુખ-સમૃદ્ધિ જળવાઈ રહે છે.
આર્થિક સમસ્યામાંથી મુક્તિ અર્થે
શ્રાવણ માસમાં ભગવાન શિવની વિધિ વિધાન સાથે પૂજાની સાથે શિવલિંગ પર દાડમનો રસ અર્પણ કરવો અને પછી ગંગાજળ મિશ્રિત જળથી અભિષેક કરવો. આ ઉપાય કરવાથી આપના જીવનની આર્થિક સમસ્યાઓ દૂર થઇ જાય છે.
શીઘ્ર મનોકામના પૂર્તિ અર્થે
શ્રાવણના દરેક સોમવારના દિવસે ભગવાન શિવને રુદ્રાભિષેક કરવો જોઇએ. તેમજ તેમને ધતૂરો, બીલીપત્ર, અક્ષત, ચંદન, મધ વગેરે પણ અર્પણ કરવું જોઇએ. આ ઉપાય કરવાથી ભગવાન શિવ આપની પર શીઘ્ર જ તેમની કૃપા વરસાવે છે.
આરોગ્યતા અને સમૃદ્ધિ અર્થે
આરોગ્યતા અને સમૃદ્ધિ માટે સોમવારના દિવસે જળમાં તલ મિશ્રિત કરીને તે જળ વડે ભગવાન શિવજીનો અભિષેક કરવો જોઇએ.
દાંપત્યજીવનમાં મધુરતા અર્થે
જો આપને દાંપત્યજીવનમાં સમસ્યા સતાવી રહી હોય અને પતિ-પત્ની વચ્ચે ખટરાગ ચાલતો હોય તો, દાંપત્યજીવનમાં મધુરતા લાવવા માટે શિવજીની સાથે માતા પાર્વતીને અક્ષતની ખીર અર્પણ કરવી જોઇએ.
(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)