કામિકા એકાદશી અને ગુરુવારના શુભ સંયોગમાં પ્રાપ્ત કરો ભગવાન વિષ્ણુની સાથે ગુરુ બૃહસ્પતિના આશીર્વાદ

ગુરુવાર અને કામિકા એકાદશીના (Kamika Ekadashi ) શુભ સંયોગ પર ગુરુ ગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા આ સરળ ઉપાય અજમાવો. આજના દિવસે શિવલિંગ પર પીળા રંગના પુષ્પ, પીળા રંગની મિઠાઇનો ભોગ અને જરૂરિયાતમંદને મદદ કરવાથી ગુરુ બૃહસ્પતિની વિશેષ કૃપા આપની પર થાય છે. આપને જીવનમાં દરેક તબક્કે સફળતાની પ્રાપ્તિ થાય છે.

કામિકા એકાદશી અને ગુરુવારના શુભ સંયોગમાં પ્રાપ્ત કરો ભગવાન વિષ્ણુની સાથે ગુરુ બૃહસ્પતિના આશીર્વાદ
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2023 | 9:36 AM

ભગવાન વિષ્ણુની કૃપાની પ્રાપ્તિ કરવાનો વિશેષ અવસર એટલે એકાદશી. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે લોકો વ્રત, તપ, જપ અને દાન-પુણ્ય કર્મ કરતા હોય છે. આજના દિવસે એકાદશીની સાથે ગુરુવારનો વિશેષ સંયોગ સર્જાયો છે. એટલે આજના દિવસે કરેલ વ્રત, તપ, જાપ દ્વારા આપ ભગવાન વિષ્ણુની વિશેષ કૃપાની પ્રાપ્તિ કરી શકો છે. આજના દિવસે ભગવાન વિષ્ણુની સાથે દેવગુરુ બૃહસ્પતિની પૂજા કરવાનું પણ મહત્વ જણાવ્યું છે. આ દેવતાઓની પૂજા કરવાથી કુંડળીમાં રહેલ ગ્રહ દોષોની અસર ઓછી કરી શકાય છે.

ભગવાન વિષ્ણુની સાથે આજના દિવસે મહાલક્ષ્મી માતાના પૂજનનું પણ વિશેષ મહત્વ દર્શાવ્યું છે. આજના દિવસે જે જાતકની કુંડળીમાં ગુરુ ગ્રહ નબળો હોય અથવા તો જાતકને ગુરુ ગ્રહના કારણે મુસીબતોનો સામનો કરવો પડતો હોય, નોકરી-ધંધામાં પ્રગતિ અટકી ગઇ હોય, વિદ્યાર્થીને અભ્યાસમાં મન ન લાગતું હોય. આ પ્રકારની સમસ્યાઓ સતાવતી હોય તો આજના દિવસે ગુરુ ગ્રહને પ્રસન્ન કરવાનો શુભ સંયોગ સર્જાયો છે.તો આપ પણ આ ઉપાયો અજમાવીને આપની કુંડળીના ગુરુ ગ્રહને મજબૂત કરી શકો છો તેમજ આપની પર ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની વિશેષ કૃપા મેળવી શકો છો.

મહાલક્ષ્મીની સાથે ભગવાન વિષ્ણુના પૂજનનું મહત્વ

ઘર પરિવારમાં સુખ-સમૃદ્ધિની કામના અર્થે એકાદશીનું વ્રત કરવામાં આવે છે. એકાદશી પર ભગવાન વિષ્ણુની સાથે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે. ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીની પ્રતિમાને જળ દ્વારા અભિષેક કરો. ત્યારબાદ દક્ષિણાવર્તી શંખમાં કેસર મિશ્રિત દૂધ ઉમેરીને ભગવાન વિષ્ણુને અર્પણ કરો. દૂધ અર્પણ કર્યા બાદ જળથી અર્પણ કરો. ભગવાનને પીળા રંગના રેશમી વસ્ત્ર ધારણ કરાવો. ફૂલોથી શણગાર કરો. ભગવાનને મિઠાઇનો ભોગ અર્પણ કરો. ભગવાન વિષ્ણુને ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. આ રીતે પૂજન કરવાથી આપના ઘરમાં સુખ, સમૃદ્ધિનો વાસ થાય છે.

નાગ-નાગણના સુંદર જોડાએ કર્યો જબરદસ્ત ડાન્સ, કેમેરામાં કેદ થયા દ્રશ્યો
Winter Walking : શિયાળામાં કેટલી મિનિટ ચાલવું સ્વાસ્થ્ય માટે યોગ્ય છે?
ગુજરાતીઓનું ફેવરિટ અને ભારત નું સ્વર્ગ છે આ હિલ સ્ટેશન, જુઓ Photos
સુરતના 8 સૌથી અમિર વ્યક્તિઓનું લિસ્ટ, જોઈ લો
વિશ્વની ટોચની 10 સેમિકન્ડક્ટર કંપનીઓ, કોણ છે નંબર 1?
બ્રિસ્બેનમાં આ ક્રિકેટર સાથે જોવા મળી સારા તેંડુલકર, જુઓ Photos

ગુરુ ગ્રહની પૂજા

ગુરુવાર અને કામિકા એકાદશીના શુભ સંયોગ પર ગુરુ ગ્રહની વિશેષ કૃપા પ્રાપ્ત કરવા આ સરળ ઉપાય અજમાવો. નવ ગ્રહોમાંથી એક ગુરુ ગ્રહની પૂજા શિવલિંગ સ્વરૂપે કરવામાં આવે છે. ગુરુવાર અને એકાદશીના શુભ સંયોગમાં શિવલિંગ પર પીળા રંગના પુષ્પ અર્પણ કરો. ત્યારબાદ પીળા રંગની ચણાના લોટમાંથી બનેલ લાડુનો ભોગ અર્પણ કરો અને ચણાની દાળ અર્પણ કરો. શિવજીની પૂજા બાદ જરૂરિયાતમંદ લોકોને ચણાની દાળનું દાન કરો. કોઇ મંદિરમાં ઘીનું દાન કરો. આ રીતે પૂજન અર્ચન કરવાથી આપની કુંડળીમાં રહેલ ગુરુ ગ્રહ મજબૂત બને છે.

(નોંધ: અહીં આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ પર આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે.)

g clip-path="url(#clip0_868_265)">