Navratri Day 6: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર

|

Oct 20, 2023 | 7:00 AM

Navratri Day 6:નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં કાત્યાયની આદિ શક્તિ મા પાર્વતીનું બીજું નામ છે.નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા દરમિયાન કેટલાક ઉપાયો અપનાવીને લગ્ન માટે આવતી સમસ્યા દૂર કરી શકો છે.

Navratri Day 6: નવરાત્રીના છઠ્ઠા દિવસે મા કાત્યાયની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર
Navratri Day 6

Follow us on

શારદીય નવરાત્રીનો પ્રારંભ 15 ઓક્ટોબથી શરૂ થઇ ગઇ છે. નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયની વિધિ પ્રમાણે પૂજા કરવામાં આવે છે. વાસ્તવમાં કાત્યાયની આદિ શક્તિ મા પાર્વતીનું બીજું નામ છે.નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા દરમિયાન કેટલાક ઉપાયો અપનાવીને લગ્ન માટે આવતી સમસ્યા દૂર કરી શકો છે.

મા કાત્યાયની પૂજાવિધિ

નવરાત્રીના છઠ્ઠા દિવસે સાંજે પીળા કે લાલ વસ્ત્રો પહેરો. આ પછી વિધિ પ્રમાણે દેવી કાત્યાયનીની પૂજા કરો. પૂજા દરમિયાન માતાને સુગંધિત પીળા ફૂલ અને મધ અર્પણ કરો. આ પછી માતાની સામે દીવો પ્રગટાવો અને હળદરની 3 ગાઠ ચઢાવો. આ ઉપાય કરવાથી જલદી લગ્ન થવાની સંભાવના છે અને પ્રેમના ક્ષેત્રમાં આવતી અડચણો પણ દૂર થાય છે.

આ મંત્રનો જાપ કરો

નવરાત્રીના છઠ્ઠા દિવસે દેવી કાત્યાયનીની પૂજા કરતી વખતે જો તમે આ મંત્રોનો જાપ કરો છો, તો તે લગ્નના માર્ગમાં આવતા તમામ પ્રકારના અવરોધો દૂર કરે છે. આ ઉપરાંત વ્યક્તિને તેની પસંદગીનો જીવનસાથી પણ મળે છે.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

कात्यायनी महामाये , महायोगिन्यधीश्वरी।

नन्दगोपसुतं देवी, पति मे कुरु ते नमः।।

जय जय अम्बे, जय कात्यायनी।

जय जगमाता, जग की महारानी।

મા કાત્યાયની મંત્ર

ॐ देवी कात्यायन्यै नमः॥

मां कात्यायनी की प्रार्थना

चन्द्रहासोज्ज्वलकरा शार्दूलवरवाहना।

कात्यायनी शुभं दद्याद् देवी दानवघातिनी॥

આ પણ વાંચો : Navratri Day 5: નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર

નવરાત્રીના છઠ્ઠા દિવસે માતા કાત્યાયનીની પૂજા

શારદીય નવરાત્રીના છઠ્ઠા દિવસે, મા દુર્ગાના છઠ્ઠા સ્વરૂપ મા કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. ધાર્મિક માન્યતાઓ છે કે માતા કાત્યાયનીની પૂજા કરવાથી સાધક સુખની પ્રાપ્તિ કરે છે. મહિષાસુર રાક્ષસના આતંકને ખતમ કરવા માટે દેવીએ માતા કાત્યાયનીનું રૂપ ધારણ કર્યું હતું. તેની યોગ્ય વિધિથી પૂજા કરવાથી કુંડળીમાં ગુરુની સ્થિતિ મજબૂત બને છે.

નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો

Next Article