Navratri Day 5: નવરાત્રીના પાંચમા દિવસે મા સ્કંદમાતાની કરો આરધાના, જાણો પૂજા વિધી અને મંત્ર
Navratri Day 5: નવરાત્રીના (Navratri) પાંચમા દિવસને "સ્કંદમાતા પૂજન" તરીકે ઓળખવામાં આવે છે. આ દિવસે મા દુર્ગાના પાંચમા સ્વરૂપ એટલે કે સ્કંદમાતાની પૂજા કરવામાં આવે છે. મા સ્કંદમાતાની પૂજા કરવાથી બાળકોમાં ખુશીઓ આવે છે. પૌરાણિક માન્યતા મુજબ માતા સ્કંદમાતાની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન 19 ઓક્ટોબરે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવશે. દેવી સ્કંદમાતાનું ધ્યાન કરવાથી ભક્તો ધાર્મિક પ્રગતિનો અનુભવ કરે છે.
Navratri 2023 5th Day Maa Skandamata Mantra: નવરાત્રીનો (Navratri) તહેવાર મા દુર્ગાને સમર્પિત છે. નવરાત્રીમાં મા દુર્ગાના 9 અલગ-અલગ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. કેલેન્ડર મુજબ આ વખતે નવરાત્રીના પાંચમા દિવસે પૂજા 19 ઓક્ટોબરે કરવામાં આવશે. પૌરાણિક માન્યતા મુજબ માતા સ્કંદમાતાની પૂજા કરવાથી સંતાન સુખ પ્રાપ્ત થાય છે. આ વર્ષે નવરાત્રી દરમિયાન 19 ઓક્ટોબરે દેવી સ્કંદમાતાની પૂજા કરવામાં આવશે. દેવી સ્કંદમાતાનું ધ્યાન કરવાથી ભક્તો ધાર્મિક પ્રગતિનો અનુભવ કરે છે.
સ્કંદ નો અર્થ
સ્કંદનો અર્થ થાય છે કે જ્ઞાનને વ્યવહારમાં મૂકીને કર્મ કરવું. સ્કંદમાતા એ ઊર્જાનું એક સ્વરૂપ છે જેની ઉપાસનાનો ઉપયોગ જ્ઞાનને આચરણમાં લાવવા અને પવિત્ર કાર્યોનો આધાર બની શકે છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ રીતે તે ઈચ્છા શક્તિ, જ્ઞાન શક્તિ અને ક્રિયા શક્તિનો સમન્વય છે. જ્યારે શિવ તત્વ ત્રિશક્તિ સાથે જોડાય છે ત્યારે સ્કંદ ‘કાર્તિકેય’ નો જન્મ થાય છે.
માતાની કૃપાથી પ્રાપ્ત થાય છે સંતાન સુખ
માતા સ્કંદમાતા તેમના ભક્તો પર પુત્રની જેમ પ્રેમ વરસાવે છે. માતાનું સ્મરણ કરવાથી જ અસંભવ કાર્યો શક્ય બને છે. માતા સ્કંદમાતાની કૃપાથી સંતાન પ્રાપ્તિનું સુખ પ્રાપ્ત થાય છે.
માતા સ્કંદમાતાનું સ્વરૂપ
સ્કંદમાતા કમળના આસન પર બિરાજમાન છે, જેના કારણે તેમને પદ્માસન દેવી પણ કહેવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં માતા સ્કંદમાતાને સૂર્યમંડળની અધિષ્ઠાત્રી દેવી માનવામાં આવે છે. માતા સ્કંદમાતાને પાર્વતી અને ઉમા નામથી પણ ઓળખવામાં આવે છે.
આ રીતે કરો માતા સ્કંદમાતાની પૂજા
નવરાત્રિના પાંચમા દિવસે સવારે સ્નાન કરો, સ્વચ્છ વસ્ત્રો પહેરો અને દેવી માતાનું ધ્યાન કરો. દેવી માતાની મૂર્તિ અથવા ચિત્રને ગંગા જળથી શુદ્ધ કરો. ત્યારબાદ માતાને કુમકુમ, અક્ષત, ફૂલ, ફળ વગેરે અર્પણ કરો. માતાને મીઠાઈ અને પાંચ પ્રકારના ફળ અર્પણ કરો. સ્કંદમાતાનું ધ્યાન કરો. સ્કંદમાતાની સામે શુદ્ધ ઘીનો દીવો પ્રગટાવો. સાચી ભાવનાથી માતાની પૂજા કરો અને આરતી કરો. કથા વાંચ્યા પછી અને અંતે માતા સ્કંદમાતાના મંત્રોનો જાપ કરો.
પૂજા વિધી
સૌ પહેલા સવારે વહેલા ઉઠો, સ્નાન વગેરે કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરો. આ પછી દેવી માતાની મૂર્તિને ગંગા જળથી સ્નાન કરાવો. પછી સ્કંદમાતાને તેમનું મનપસંદ ફૂલ અર્પણ કરો. માતાને રોલી કુમકુમ પણ ચઢાવો. સ્કંદમાતાનું ધ્યાન કર્યા પછી મંત્રનો જાપ કરો. માતાની કથા વાંચો અને આરતી કરો.
સ્કંદમાતાનો પ્રસાદ
માતાને કેળાનો ભોગનું ખૂબ પ્રિય છે. તમે માતાને ખીરનો પ્રસાદ પણ ચઢાવી શકો છો.
મા સ્કંદમાતાનો મંત્ર
या देवी सर्वभूतेषु माँ स्कंदमाता रूपेण संस्थिता। नमस्तस्यै नमस्तस्यै नमस्तस्यै नमो नम:।।
નોંધ: અહી આપવામાં આવેલી જાણકારી ધાર્મિક આસ્થાઓ અને લોક માન્યતાઓ આધારિત છે, જેનો કોઈ વૈજ્ઞાનિક આધાર નથી. સામાન્ય જનરૂચિને ધ્યાનમાં રાખીને આ લેખને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે.
ભક્તિ સમાચાર સાથે જોડાયેલા તમામ સમાચાર જાણવા માટે અહીં ક્લિક કરો