AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દૂધ પૌવાને લાગશે ચંદ્રગ્રહણ, આ વર્ષે નહીં મનાવાઇ શરદપૂર્ણિમાની આ પ્રથા

આ વર્ષેની શરદ પૂનમ દરેક વર્ષ કરતા થોડી અલગ છે, કારણ કે આ વર્ષે શરદ પુનમ પર ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે.અને આ વર્ષે આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોઇ શકાશે, જેને કારણે સુતક કાળ ગણાશે, આ ચંદ્રગ્રહણ ભારતમાં 28 ઓક્ટોબરે સવારે 01:06 વાગ્યાથી શરૂ થશે અને 2:22 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવી સ્થિતીમાં એક સવાલ થાય છે,શરદપૂર્ણિમા પર ચાલી આવતી દૂધ પૌવાની પરંપરાનું શું ?

દૂધ પૌવાને લાગશે ચંદ્રગ્રહણ, આ વર્ષે નહીં મનાવાઇ શરદપૂર્ણિમાની આ પ્રથા
Dudh Poha
TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 26, 2023 | 1:57 PM
Share

નવરાત્રીનો તહેવાર પુર્ણ થઇ ગયો છે.અને હવે શરદ પૂનમ આ વર્ષે, પરંતુ આ વર્ષેની શરદ પૂનમ દરેક વર્ષ કરતા થોડી અલગ છે, કારણ કે આ વર્ષે શરદ પુનમ પર ચંદ્રગ્રહણ થવા જઇ રહ્યું છે.અને આ વર્ષે આ ચંદ્રગ્રહણ ભારતમાં પણ જોઇ શકાશે, જેને કારણે સુતક કાળ ગણાશે, આ ચંદ્રગ્રહણ ભારતમાં 28 ઓક્ટોબરે સવારે 01:06 વાગ્યાથી શરૂ થશે અને 2:22 વાગ્યા સુધી ચાલુ રહેશે. આવી સ્થિતીમાં એક સવાલ થાય છે, શરદપૂર્ણિમા પર ચાલી આવતી દૂધ પૌવાની પરંપરાનું શું ?

શરદપૂર્ણિમાની દિવસે જ ચંદ્રગ્રહણ હોવાથી આ વર્ષે દૂધ પૌવાની પ્રસાદી નહીં આરોગવામાં આવે,આ ચંન્દ્ર ગ્રહણ વર્ષનું છેલ્લુ ચંન્દ્ર ગ્રહણ છે. સામાન્ય રીતે શરદપૂર્ણિમાની સાંજે દૂધ પૌવાને ચંદ્રની ચાંદનીમાં રાખવામાં આવે છે, અને ચંદ્રની શિતળતામાં તેને આરોગવામાં આવે છે, પરંતુ આ વખતે ગ્રહણને કારણે આ નિયમમાં ભંગ પડશે.

જ્યોતિષમાં ચંદ્રને મનના કારક માનવામાં આવે છે, ચંદ્ર વધે કે ઘટે ત્યારે ચંદ્રથી પીડિત લોકોમાં તેની અસર તરત જોવા મળે છે. જ્યોતિષશાસ્ત્રમાં ચંદ્રને શિતળ અને શુભ ગ્રહ માનવામાં આવે છે. અને સફેદ વસ્તુ ચંદ્રની કારક માનવામાં આવે છે. જેના કારણે શરદપૂર્ણિમા દિવસે દૂધ પૌવા ખાવાથી ચંદ્ર સંબંધિક દોષમાં રાહત મળે છે. જોકે ચંદ્રગ્રહણ એક ખગોળીય ઘટના છે, પરંતુ ધાર્મિક માન્યતા અનુસાર રાહુ ચંદ્રને પીડિત કરે છે ત્યારે ચંદ્રગ્રહણ થાય છે. જ્યારે પૃથ્વી સૂર્ય અને ચંદ્રની વચ્ચે આવી જાય છે ત્યારે ચંદ્ર ગ્રહણ થાય છે.

વર્ષનું આ છેલ્લું ચંદ્રગ્રહણ ભારતમાં ખંડગ્રાસના રૂપમાં જોવા મળશે.28 ઓક્ટોબરે થવા જઇ રહેલું ચંદ્રગ્રહણ મોડી રાત્રે 01:06 મિનિટે શરૂ થશે અને 02:22 મિનિટે સમાપ્ત થશે. ભારતમાં ગ્રહણનો કુલ સમયગાળો 1 કલાક 16 મિનિટનો રહેશે તેથી ઘર્મની માન્યતાને આદર કરનાર આ સમય ગાળા દરમિયાન ચંદ્રની ચાંદનીમાં દૂધ પૌવા મુકી શકાશે નહીં અને આરોગી શકાશ નહીં, કારણ કે ધાર્મિક માન્યતા અનુસાર ચંદ્રગ્રહણનો સુતક સમયગાળો 9 કલાક પહેલા શરૂ થાય છે. જેના કારણે દૂધ પૌવા મુકવાની અને તેને ખાવાની મનાઇ કરવામાં આવી છે.

આ પણ વાંચો : PHOTOS: આ ઘરેલુ ઉપાયોથી મેળવો થાઇરોઇડની બીમારીમાં રાહત

ભારત ઉપરાંત વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ઓસ્ટ્રેલિયા, યુરોપ, આફ્રિકા, હિંદ મહાસાગર, દક્ષિણ-પૂર્વ અમેરિકા, સમગ્ર એશિયા, ઉત્તર અમેરિકાના ઉત્તર પૂર્વીય ક્ષેત્ર, દક્ષિણ પેસિફિક મહાસાગરમાં જોવા મળશે.

(અહીં આપેલી માહિતી જ્યોતિષીય મૂલ્યાંકન પર આધારિત છે અને TV9 તેનાથી સંબંધિત કોઈ દાવો કરતું નથી. સામાન્ય જનતાના હિતને ધ્યાનમાં રાખીને તે અહીં રજૂ કરવામાં આવ્યું છે.)

નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
નડિયાદ નજીક ટ્રકની પાછળ અથડાતા કાર ભડકે બળી
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
બોડેલીમાં નવા બનેલા આરોગ્ય કેન્દ્ર પર તાળા !
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
g clip-path="url(#clip0_868_265)">