શાનદાર રેન્જ, જબરદસ્ત ફીચર્સ…લોન્ચ થયું માત્ર 55 હજારમાં ઈલેક્ટ્રિક સ્કૂટર
GT ફોર્સે ઈલેક્ટ્રિક સ્કૂટરના નવા 4 મોડલ લોન્ચ કર્યા છે. જેમાં દરેક મોડલની કિંમત અલગ અલગ છે. આ લેખમાં જાણીશું કયા મોડલની કિંમત કેટલી છે અને તેમાં તમને ક્યા ફીચર્સ મળી રહ્યા છે. આ સ્કૂટર્સ યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે.
ઈલેક્ટ્રિક વાહન કંપની GT ફોર્સે તેના સ્કૂટરની નવી રેન્જ માર્કેટમાં લોન્ચ કરી છે. નવી હાઈ અને લો-સ્પીડ સ્કૂટરના વેરિયન્ટમાં ઘણા શાનદાર ફીચર્સ છે. કંપનીએ 4 મોડલ લોન્ચ કર્યા છે. જેમાં દરેક મોડલની કિંમત અલગ અલગ છે.
આ લેખમાં જાણીશું કયા મોડલની કિંમત કેટલી છે અને તેમાં તમને ક્યા ફીચર્સ મળી રહ્યા છે. આ સ્કૂટર્સ યુવાનોને ધ્યાનમાં રાખીને ડિઝાઇન કરવામાં આવ્યા છે. નવા મોડલમાં GT Vegas, GT Ryd Plus, GT One plus Pro અને GT Drive Proનો સમાવેશ થાય છે.
GT Vegasની કિંમત અને ફીચર્સ
GT Vegas એ ઓછી સ્પીડનું ઇલેક્ટ્રિક સ્કૂટર છે. આ સ્કૂટરમાં તમને 1.5 kWh લિથિયમ આયન બેટરી મળી રહે છે. તમે તેને ચારથી પાંચ કલાકમાં સંપૂર્ણ ચાર્જ કરી શકો છો. આ સ્કૂટર ફુલ ચાર્જમાં 70 કિલોમીટર સુધીની રેન્જ આપી શકે છે. તેની સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. તે 150 કિલો લોડ ક્ષમતાને હેન્ડલ કરી શકે છે. તેની કિંમતની વાત કરીએ તો તે 55,555 રૂપિયા છે.
GT Ryd Plusની કિંમત અને ફીચર્સ
GT Ride Plusમાં 2.2 kWh લિથિયમ આયન બેટરી મળી રહી છે. આ સ્કૂટર ફુલ ચાર્જ પર 95 કિલોમીટર સુધી ચાલી શકે છે. ટોપ સ્પીડની વાત કરીએ તો તેની ટોપ સ્પીડ 25 કિલોમીટર પ્રતિ કલાક છે. તેની લોડ ક્ષમતા 160 કિગ્રા સુધી છે. તેની કિંમત 65,555 રૂપિયા છે.
GT One Plus Proની કિંમત અને ફીચર્સ
GT ફોર્સે તેનું હાઇ સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર પણ લોન્ચ કર્યા છે. GT One Plus Pro 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દોડી શકે છે. આ સ્કૂટરને ફુલ ચાર્જ કરવા પર 110 કિલોમીટર સુધી ચલાવી શકાય છે. આમાં તમને લિથિયમ આયન બેટરી મળી રહી છે. આ સ્કૂટરને ફુલ ચાર્જ થવામાં 4 થી 5 કલાકનો સમય લાગે છે. તેની કિંમતની વાત કરીએ તો તમને તે 76,555 રૂપિયામાં મળી રહ્યું છે.
GT Drive Proની કિંમત અને ફીચર્સ
હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક સ્કૂટર GT ડ્રાઇવ પ્રોમાં, તમને 2.5 kWh લિથિયમ આયન બેટરી મળી રહી છે. તેની લોડ કેપેસિટી 180 કિગ્રા છે, આ સ્કૂટર તમને 84,555 રૂપિયામાં મળી રહ્યું છે. આ સ્કૂટર 70 કિલોમીટર પ્રતિ કલાકની ટોપ સ્પીડ અને 110 કિલોમીટરની રેન્જ આપી શકે છે.