AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Car Tips: શું તમારી કારના ડેશબોર્ડ પર પણ આવી લાઇટ્સ ચાલુ થાય છે? દરેક સિગ્નલનો અર્થ જાણો, નહીં તો થઈ શકે મોટું નુકસાન

કારના ડેશબોર્ડ પર દેખાતી લાઇટ્સ તમારા વાહનના સ્વાસ્થ્ય વિશે મહત્વપૂર્ણ સંકેત આપે છે. આ લાઇટ્સનો અર્થ સમજવો જરૂરી છે, કારણ કે તેને અવગણવાથી ગંભીર નુકસાન થઈ શકે છે.

Car Tips: શું તમારી કારના ડેશબોર્ડ પર પણ આવી લાઇટ્સ ચાલુ થાય છે? દરેક સિગ્નલનો અર્થ જાણો, નહીં તો થઈ શકે મોટું નુકસાન
Car Tips What Your Dashboard Lights Mean Warning Signals You Should Never IgnoreImage Credit source: Social Media
| Updated on: Apr 02, 2026 | 9:54 AM
Share

કારના ડેશબોર્ડ પર દેખાતી લાઇટ્સ અલગ-અલગ સંકેતો આપે છે, જે ડ્રાઈવરને કારના એન્જિનને સમજવામાં મદદ કરે છે. એન્જિન, બ્રેક, બેટરી અને ટાયર સાથે જોડાયેલા સંકેતોને સમજવાથી સમયસર કાર્યવાહી કરી શકાય છે અને મોટી ખામી તથા ખર્ચથી બચી શકાય છે.

તમારી કાર તમને શું કહવા માંગે છે?

આજકાલની દરેક આધુનિક કાર પોતાની રીતે ‘વાત’ કરે છે. તે અવાજથી નહીં પરંતુ ડેશબોર્ડ પર દેખાતી લાઇટ્સ દ્વારા ડ્રાઈવરને માહિતી આપે છે. નવા ડ્રાઈવરો માટે આ ચિહ્નો શરૂઆતમાં થોડા ગૂંચવણભર્યા લાગે છે, કારણ કે તેમાં વિવિધ પ્રકારના સિમ્બોલ્સ હોય છે. પરંતુ હકીકતમાં, આ લાઇટ્સ તમારી કારનું સંચાર માધ્યમ છે, જે ક્યારેક સામાન્ય માહિતી આપે છે તો ક્યારેક તાત્કાલિક ધ્યાન આપવાની ચેતવણી આપે છે. તેથી આ સંકેતોને સમજવું ખૂબ જ જરૂરી છે, જેથી તમે મોટી ખામી અને મોંઘા રિપેરથી બચી શકો અને સલામત રીતે ડ્રાઇવિંગ કરી શકો.

ડેશબોર્ડને ટ્રાફિક લાઇટ સમજો

કારના ડેશબોર્ડને ટ્રાફિક સિગ્નલ જેવી રીતે સમજી શકાય છે, જેમાં મુખ્યત્વે ત્રણ રંગોની લાઇટ્સ હોય છે

લાલ લાઇટ (ગંભીર ચેતવણી): જો લાલ લાઇટ ચાલુ થાય તો તે તાત્કાલિક ધ્યાન માંગે છે. આવી સ્થિતિમાં સુરક્ષિત જગ્યાએ ગાડી ઉભી રાખીને એન્જિન બંધ કરવું જોઈએ. તેને અવગણવાથી કારને ગંભીર નુકસાન થઈ શકે છે.

પીળી/ એમ્બર લાઇટ (સાવચેતી): આ લાઇટ સૂચવે છે કે કારમાં કોઈ સમસ્યા હોઈ શકે છે. તમે સાવચેતી સાથે ગાડી ચલાવી શકો છો, પરંતુ શક્ય તેટલી વહેલી તકે સર્વિસ સેન્ટરમાં તપાસ કરાવવી જોઈએ.

લીલી /નીળી લાઇટ (માહિતી): આ લાઇટ માત્ર એટલું બતાવે છે કે કોઈ ફીચર જેમ કે હેડલાઇટ, ઈન્ડિકેટર અથવા ક્રૂઝ કંટ્રોલ ચાલુ છે અને યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે. Car Tips What Your Dashboard Lights Mean Warning Signals You Should Never Ignore

મહત્વપૂર્ણ વોર્નિંગ લાઇટ્સ

  • ચેક એન્જિન લાઇટ: એન્જિનમાં કોઈ સમસ્યાનો સંકેત આપે છે. જો તે સતત ચાલુ રહે કે બ્લિંક કરે તો તરત તપાસ કરાવવી જરૂરી છે.
  • ઓઈલ પ્રેશર લાઇટ: એન્જિનમાં તેલ ઓછું હોવું કે દબાણમાં સમસ્યા હોવાનો સંકેત આપે છે. તેને અવગણવાથી એન્જિનને નુકસાન થઈ શકે છે.
  • બેટરી લાઇટ: બેટરી અથવા અલ્ટરનેટર સાથે સંબંધિત સમસ્યાની જાણ કરે છે.
  • બ્રેક સિસ્ટમ લાઇટ: બ્રેક ફ્લૂઇડ અથવા બ્રેક સિસ્ટમમાં ગંભીર ખામીનો સંકેત આપે છે.

અન્ય લાઇટ્સ

  • ABS લાઇટ: બ્રેક સિસ્ટમનો એક ભાગ યોગ્ય રીતે કામ નથી કરતો
  • TPMS લાઇટ: ટાયરમાં હવામાં ઘટાડો થયો છે
  • કૂલન્ટ ટેમ્પરેચર લાઇટ: એન્જિન વધુ ગરમ થઈ રહ્યું છે
  • એરબેગ લાઇટ: એરબેગ સિસ્ટમમાં ખામી હોઈ શકે છે
  • ફ્યુઅલ લાઇટ: ઈંધણ ઓછું થઈ રહ્યું છે Car Tips What Your Dashboard Lights Mean Warning Signals You Should Never Ignore

જ્યારે કોઈ લાઇટ ચાલુ થાય ત્યારે શું કરવું?

સૌથી પહેલા ગભરાશો નહીં. લાઇટનો રંગ અને તેનો સંકેત સમજો.

  • જો લાઇટ લાલ હોય તો તરત ગાડી રોકી દો
  • જો પીળી હોય તો સાવચેતીથી ચલાવો અને જલદી સર્વિસ કરાવો
  • જો લીલી અથવા નીળી હોય તો ચિંતા કરવાની જરૂર નથી

કારના ડેશબોર્ડ લાઇટ્સ તમને ડરાવવા માટે નથી, પરંતુ તમારી સલામતી માટે છે. દરેક ડ્રાઈવરે આ સંકેતોને સમજવા જોઈએ જેથી ડ્રાઇવિંગ વધુ સુરક્ષિત અને સરળ બની શકે.

Breaking News:સરકારનો મોટો નિર્ણય! સોના અને ચાંદીના દાગીનાની આયાત પર પ્રતિબંધ મૂક્યો, જાણો શું છે કારણ

Follow Us
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
મોબાઇલ બેટરી બ્લાસ્ટથી ભીષણ આગ, દંપતીનું કરુણ મોત
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
ભાજપના મહિલા ઉમેદવાર વિવાદમાં, ત્રણ સંતાન છત્તા એફિડેવિટમાં ઉલ્લેખ નહી
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
તમારી લોકપ્રિયતા વધશે, દિવસ ખૂબ જ સારો રહેવાની શક્યતા છે
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
મનપામાં ભળવા મુદ્દે રામપુરા કુકસ ગામના ખેડૂતોનો ઉગ્ર વિરોધ - જુઓ Video
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
ગુજરાત સસ્તા અનાજ એસોસિએશન દ્વારા ફરી સરકાર સામે આંદોલનના મંડાણ
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
મહિલા અનામત બિલ પાછળ ભાજપનો છુપો એજન્ડાઃ રાહુલ ગાંધી
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
ટ્રાફિક પોઈન્ટ પર કોન્સ્ટેબલોને આપવામા આવ્યા ઠંડા ઠંડા કૂલ કૂલ જાકીટ
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
વડોદરાના પાદરામાં PI લાંચમાં લપેટાયા, જુઓ વીડિયો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
BA પહેલા જ કરી દીધુ MA ! સુરતમાં ભાજપ ઉમેદવારની ડિગ્રીમાં મોટો છબરડો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
ગિરનાર પર અન્ય સંપ્રદાય દ્વારા કબ્જાનો આરોપ, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">