AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Maldives: આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે આવી ભારત સરકાર, સંકટ સમયે ભારતે 30 અબજ રૂપિયાની સહાય કરી જાહેર

ભારત લાંબા સમયથી માલદીવ માટે વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે. કરન્સી સ્વેપ ફ્રેમવર્ક શરૂ થયા પછી, ભારત માલદીવને 1.1 અબજ ડોલરથી વધુની નાણાકીય મદદ આપી ચૂક્યું છે.

Maldives:  આર્થિક સંકટનો સામનો કરી રહેલા માલદીવ્સની મદદે આવી ભારત સરકાર, સંકટ સમયે ભારતે 30 અબજ રૂપિયાની સહાય કરી જાહેર
સંકટમાં માલદીવ?Image Credit source: TV9 Network
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 24, 2026 | 12:34 PM
Share

ભારતે માલદીવને તેના સંકટના સમયમાં ફરી એકવાર નોંધપાત્ર મદદ આપી છે. માહિતી મુજબ, ભારતે 30 અબજ રૂપિયાના પ્રથમ હપ્તાને મંજૂરી આપી છે. જે નાણાકીય મુશ્કેલીનો સામનો કરી રહેલા માલદીવને રાહત આપશે. આ રકમ ભારતીય રિઝર્વ બેંક અને માલદીવ સરકાર વચ્ચે સાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્ક હેઠળ પૂરી પાડવામાં આવી રહી છે. માલે સ્થિત ભારતીય ઉચ્ચ કમિશને (High Commission of India, Male) ગુરુવારે આ વાતની પુષ્ટિ કરતા કહ્યું કે માલદીવની નાણાકીય સ્થિરતા જાળવવા માટે આ પગલું જરૂરી છે.

કરન્સી સ્વેપ ફ્રેમવર્કની વ્યવસ્થા ભારતીય રિઝર્વ બેંક અને માલદીવ સરકાર વચ્ચે થયેલા એક કરાર હેઠળ લાગુ કરવામાં આવ્યું હતું. આ કરાર ઑક્ટોબર 2024માં માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની ભારત મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું. માલદીવ અગાઉ પણ આ જ ફ્રેમવર્ક હેઠળ 400 મિલિયન ડોલરની રકમનો ઉપયોગ કરી ચૂક્યું છે.

સંકટમાં માલદીવ

માલદીવની અર્થવ્યવસ્થાને અનેક પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. વિદેશી મુદ્રા ભંડાર ખતમ થવાની કગાર પર છે. વધતા કર્જના બોજ અને મર્યાદિત આવકના સ્ત્રોતોને કારણે સરકારને સતત બાહ્ય સહાયની જરૂર પડી રહી છે. ભારત તરફથી આ સહાય માત્ર તાત્કાલિક રાહત જ નહીં પરંતુ મુઇઝુ સરકારને આગળ વધવામાં પણ મદદ કરશે.

ભારત બન્યું સહાયકાર

ભારત લાંબા સમયથી માલદીવ માટે એક વિશ્વસનીય ભાગીદાર રહ્યું છે અને સંકટ સમયે સૌપ્રથમ પ્રતિક્રિયા આપનારા દેશોમાં સામેલ રહ્યું છે. વર્ષ 2012 માં સાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્ક શરૂ થયા પછી, ભારતે માલદીવને 1.1 અબજ ડોલરથી પણ વધુ નાણાકીય સહાય અને મદદ પૂરી પાડી છે. વધુમાં, ગયા વર્ષે માલદીવના વિનંતી પર ભારતે ટ્રેઝરી બિલમાં આશરે 100 મિલિયન ડોલરથી પણ વધુ રકમ જમા કરાવી હતી. જેણે તાત્કાલિક નાણાકીય દબાણને દૂર કરવામાં મદદ કરી હતી.

સાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્ક શું છે?

સાર્ક કરન્સી સ્વેપ ફ્રેમવર્ક દક્ષિણ એશિયાઈ દેશો માટે એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ તરીકે કાર્ય કરે છે. જે જરૂર પડ્યે ત્યારે તરત જ વિદેશી મુદ્રા ઉપલબ્ધ કરાવવામાં આવે છે. આથી ચુકવણી સંતુલનના સંકટ અને આયાત-નિકાસ સંબંધિત દબાણોને સંભાળવામાં મદદ મળે છે. માલદીવ જેવા નાના દ્વીપીય દેશો મોટા ભાગે પ્રવાસન અને આયાત પર નિર્ભર છે. આવી વ્યવસ્થા આર્થિક સ્થિરતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.

દુનિયાનો આ અનોખો દ્વિપ જે દિવસમાં 2 વાર અદૃશ્ય થઈ જાય છે, 1300 વર્ષથી ચાલી રહી આ ઘટના, જાણો શું છે તેનું કારણ ?

Follow Us
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
ભાવનગર જિલ્લામાં 80% વિસ્તારમાં કપાસ અને મગફળીનું વિક્રમ જનક વાવેતર
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
વાલીઓનો સરકારી શાળાઓ પ્રત્યેનો વિશ્વાસ હવે દિવસેને દિવસે વધ્યો
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
₹120 કરોડના ટાઈડલ ડેમે વધારી ખેડૂતોની ચિંતા! 40 ફૂટ સુધી જમીન ધોવાઈ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
રાજકોટમાં એનાલૉગ પનીર પર પ્રતિબંધ છતાં ઉત્પાદન ચાલુ
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
સ્પેસએક્સનું અનિયંત્રિત રોકેટ ચંદ્ર સાથે અથડાયું, શુ પૃથ્વીને થશે ખતરો
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
બિનજરૂરી ખર્ચ વધી શકે છે, પરિવારના સભ્યોનો પૂર્ણ સહયોગ મળશે
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
ગુજરાતમાં એનાલોગ પનીર, ચીઝ અને બટર પર પ્રતિબંધ
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
અમદાવાદની શાળાઓમાં રવિવારે સ્વૈચ્છિક વર્ગોને મંજૂરી
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
વાયબ્રન્ટ ગુજરાત માટે CM ભૂપેન્દ્ર પટેલ અને હર્ષ સંઘવી જશે વિદેશ
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો ડંકો વાગ્યો : DyCM હર્ષ સંઘવી
g clip-path="url(#clip0_868_265)">