ગર્ભાવસ્થા એ દરેક સ્ત્રી માટે એક સુંદર લાગણી છે. સગર્ભાવસ્થાના સમયગાળા દરમ્યાન સ્ત્રી પોતાની અંદર એક બાળકનું પાલન-પોષણ કરે છે. જ્યારે ગર્ભ ગર્ભાશયની અંદર ફરે છે, ત્યારે તે એક વિશેષ લાગણી અનુભવે છે. 9 મહિનાના આ સમયગાળા દરમિયાન મહિલાને ઉલ્ટી, લૂઝ મોશન, મૂડ સ્વિંગ અને હોર્મોનલ વધઘટને કારણે માનસિક તણાવનો સામનો કરવો પડે છે.
ખાસ કરીને જ્યારે પહેલી પ્રેગ્નન્સીની વાત આવે છે ત્યારે મહિલાઓના મનમાં અનેક પ્રકારના સવાલો ઘૂમતા રહે છે. શું હું જે ખોરાક, ફળો અને જ્યુસ ખાઈ રહી છું તે મારા બાળક માટે સારું છે? આવા તો અનેક સવાલો સ્ત્રીના મનમાં ઘૂમી રહ્યા હતા, પણ કોની પાસે જવાબ માંગવો તેની મૂંઝવણ હતી. આજે અહી એવા 3 પ્રશ્નોના જવાબ છે જે દરેક સગર્ભા મહિલાઓના મનમાં હોય છે.
જવાબ: ડૉક્ટર કહે છે કે પ્રેગ્નન્સી દરમિયાન સ્ત્રીના ગર્ભમાં એક નાનકડો જીવ વધી રહ્યો છે. તેથી સ્ત્રીઓને વધારાના પોષણની જરૂર હોય છે. જો કે, આનો અર્થ એ નથી કે તમારે બે લોકો જેટલો ખોરાક લેવો જોઈએ. સગર્ભા સ્ત્રી માટે આરોગ્યપ્રદ આહાર લેવો જરૂરી છે, જેથી ગર્ભમાં રહેલા બાળકને સંપૂર્ણ પોષણ મળે અને તેનો યોગ્ય વિકાસ થાય.
સગર્ભા સ્ત્રીઓને ડાયટ ટિપ્સ આપતાં ડૉક્ટર કહે છે કે, તેમના આહારમાં પ્રોટીન, આયર્ન અને કેલ્શિયમનું યોગ્ય સંતુલન હોવું જોઈએ. આ માટે સગર્ભા સ્ત્રીઓએ પોતાના આહારમાં દાડમ, મખાના, કઠોળ અને ઈંડાનો સમાવેશ કરવો જોઈએ.
જવાબ: ડૉક્ટર કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન કેટલું વજન વધવું જોઈએ તેનું કોઈ માપદંડ નથી. ગર્ભાવસ્થા દરમિયાન વજન વધવું એ સ્ત્રીના શરીરના કદ, આહાર અને અન્ય ઘણી બાબતો પર આધાર રાખે છે. સામાન્ય રીતે, ગર્ભાવસ્થાના પ્રથમ અને 9મા મહિનાની વચ્ચે, સ્ત્રીનું વજન 9 થી 12 કિલો વધી જાય છે. જે મહિલાઓનું વજન ગર્ભધારણ પહેલા ઓછું હતું, તેમના માટે સામાન્ય રીતે 15 થી 20 કિલો વજન વધારવું યોગ્ય માનવામાં આવે છે.
જવાબ: કોઈ ડૉક્ટર કે નિષ્ણાત સલાહ આપતા નથી કે ગર્ભાવસ્થા દરમિયાન સૂવાની યોગ્ય સ્થિતિ શું હોવી જોઈએ. સગર્ભા સ્ત્રીએ પોતાની ઊંઘની સ્થિતિ જાતે નક્કી કરવી જોઈએ, જેથી તેના શરીરને આરામ મળે. જો કે, ગર્ભાવસ્થાના બીજા ત્રિમાસિકમાં, ગર્ભાશયનું કદ વધવા લાગે છે, તેથી તેણે ડાબી બાજુ સૂવું જોઈએ. ડૉક્ટર્સનું કહેવું છે કે ડાબી બાજુ સૂવાથી ગર્ભાશયને પૂરતા પ્રમાણમાં લોહીનો પુરવઠો મળે છે, જેના કારણે બાળકનો વિકાસ યોગ્ય રીતે થાય છે.
નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ કામગીરી કરતાં પહેલા નિષ્ણાતોની સલાહ લેવી.