AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Valsad Rain News: વલસાડમાં મેઘતાંડવ! બે કલાકમાં વાપીમાં 4.2 ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર

વલસાડ જિલ્લામાં માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઉમરગામ, વાપી, વલસાડ અને પારડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અસર વાપીમાં જોવા મળી, જ્યાં માત્ર બે કલાકમાં 4.2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

Valsad Rain News:  વલસાડમાં મેઘતાંડવ! બે કલાકમાં વાપીમાં 4.2 ઇંચ વરસાદ, શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2026 | 11:22 AM
Share

વલસાડ જિલ્લામાં માત્ર બે કલાકમાં ધોધમાર વરસાદ વરસતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ઉમરગામ, વાપી, વલસાડ અને પારડી સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો. સૌથી વધુ અસર વાપીમાં જોવા મળી, જ્યાં માત્ર બે કલાકમાં 4.2 ઇંચ વરસાદ ખાબકતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

વાપીમાં અંડરપાસ અને મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ

ધોધમાર વરસાદના પગલે વાપી શહેરને જોડતા બંને અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનવ્યવહારને ભારે અસર પહોંચી હતી. ઉપરાંત J ટાઈપ GIDC વિસ્તારના રસ્તાઓ પણ જળમગ્ન બન્યા હતા. સ્ટેશન રોડ, મુખ્ય બજાર અને શહેરના અન્ય વિસ્તારોમાં પણ પાણી ભરાતા લોકોને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

જિલ્લાના અનેક વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત

ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. કેટલાક સ્થળોએ ટ્રાફિક ધીમો પડી ગયો હતો, જ્યારે પાણી ભરાવાને કારણે સ્થાનિક લોકોને પણ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

પ્રિ-મોન્સૂન કામગીરી સામે ફરી ઉઠ્યા સવાલ

દર વર્ષે વરસાદ પહેલાં ડ્રેનેજ અને વરસાદી પાણીના નિકાલ માટે કામગીરીના દાવા કરતી મનપાની પ્રિ-મોન્સૂન કામગીરી સામે ફરી સવાલો ઊભા થયા છે. પ્રથમ જ ભારે વરસાદમાં શહેરના મુખ્ય માર્ગો અને અંડરપાસમાં પાણી ભરાઈ જતાં સ્થાનિકોએ તંત્રની કામગીરી પર અસંતોષ વ્યક્ત કર્યો છે.

બે કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો?

  • વાપી: 4.2 ઇંચ

  • ઉમરગામ: 1.76 ઇંચ

  • પારડી: 1.56 ઇંચ

  • વલસાડ: 1.20 ઇંચ

બે કલાકના ભારે વરસાદે વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોને પાણીમાં ગરકાવ કરી દીધા છે, જ્યારે વાપીની સ્થિતિએ વરસાદી સિઝન પહેલાંની તંત્રની તૈયારીઓ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

આ પણ વાંચો- Gujarat Rain Update: ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ, નવસારીમાં સૌથી વધુ 4.53 ઇંચ વરસાદ

Follow Us
બાળકે તુકારામ મુંઢેને કહ્યું: "વડાપાવની દુકાન ખોલાવી દો ને..."
બાળકે તુકારામ મુંઢેને કહ્યું:
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
અલ નીનોની અસર-ઓક્ટોબરમાં રાજ્યમાં ગરમીનો પારો પહોંચ્યો 39 ડિગ્રીને પાર
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતમાં નવરાત્રિમાં બાઉન્સર તરીકે કામ કરતા 4 વિધર્મી ઝડપાયા
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
સુરતના અબ્રામાથી નકલી ઘીનો કારોબાર ઝડપાયો
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
મોડાસામાં ATMમાં ટેકનિકલ ખામી, ₹1,000 ઉપાડતાં નીકળ્યા ₹5,000! Video
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
ગાંધીનગર મનપામાં ફરી ભાજપનું શાસન, 44માંથી 38 બેઠકો મેળવ્યો ભવ્ય વિજય
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
નવરાત્રિમાં ખાણીપીણીના સ્ટોલ્સ પર AMCની તપાસ, 148 સ્ટોલ્સ ચેક કરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
જીગરદાન ગઢવીના ગરબામાં પ્રવેશ ન મળતા ખેલૈયાઓ રોષે ભરાયા
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
આજનું રાશિફળ : આ રાશિઓને મળશે અચાનક ધનલાભ અને સારા સમાચાર!
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
વડોદરામાં પરંપરાગત ગરબા નિહાળી વિદેશી ડેલિગેટ્સ થયા મંત્રમુગ્ધ
g clip-path="url(#clip0_868_265)">