AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ, નવસારીમાં સૌથી વધુ 4.53 ઇંચ વરસાદ

Gujarat Rain Update: ગુજરાતમાં મેઘમહેર: 24 કલાકમાં 75 તાલુકામાં વરસાદ, નવસારીમાં સૌથી વધુ 4.53 ઇંચ વરસાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 01, 2026 | 9:41 AM
Share

ગુજરાતમાં ચોમાસું હવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જમાવટ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

ગુજરાતમાં ચોમાસું હવે રાજ્યના વિવિધ વિસ્તારોમાં જમાવટ કરી રહ્યું છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 75 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ હતી, જ્યારે સૌરાષ્ટ્રમાં પણ સારો વરસાદ નોંધાયો છે.

નવસારી જિલ્લામાં સૌથી વધુ વરસાદ

રાજ્યમાં સૌથી વધુ 4.53 ઇંચ વરસાદ નવસારી શહેરમાં નોંધાયો છે. આ ઉપરાંત જલાલપોરમાં 3.50 ઇંચ અને ચીખલીમાં 2.05 ઇંચ વરસાદ પડ્યો છે. સતત વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અને જનજીવન પર તેની અસર જોવા મળી હતી.

સુરત-વલસાડમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ

સુરત જિલ્લાના કામરેજમાં 3.46 ઇંચ અને સુરત શહેરમાં 2.80 ઇંચ વરસાદ નોંધાયો છે. ઓલપાડમાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો હતો. બીજી તરફ વલસાડ જિલ્લામાં 3.03 ઇંચ વરસાદ નોંધાયો, જ્યારે ધરમપુરમાં 2.76 ઇંચ, પારડીમાં 2.40 ઇંચ અને વાપીમાં 2.20 ઇંચ વરસાદ નોંધાતા અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો.

સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ

સૌરાષ્ટ્રના અમરેલી જિલ્લાના સાવરકુંડલામાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે, જ્યારે મધ્ય ગુજરાતના ભરૂચ જિલ્લાના અંકલેશ્વરમાં 2.32 ઇંચ વરસાદ વરસ્યો હતો. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખેતી માટે અનુકૂળ સ્થિતિ સર્જાઈ રહી છે.

રાજ્યના અનેક તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

સરકારી આંકડા મુજબ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 28 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. 12 તાલુકામાં 2 ઇંચથી વધુ અને 5 તાલુકામાં 3 ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે. ચોમાસાની ગતિ હવે દક્ષિણ ગુજરાતથી અન્ય વિસ્તારો તરફ પણ મજબૂત બનતી જોવા મળી રહી છે.

ક્યાં કેટલો વરસાદ નોંધાયો?

  • નવસારી – 4.53 ઇંચ

  • જલાલપોર (નવસારી) – 3.50 ઇંચ

  • કામરેજ (સુરત) – 3.46 ઇંચ

  • સાવરકુંડલા (અમરેલી) – 3.11 ઇંચ

  • વલસાડ – 3.03 ઇંચ

  • સુરત શહેર – 2.80 ઇંચ

  • ધરમપુર (વલસાડ) – 2.76 ઇંચ

  • પારડી (વલસાડ) – 2.40 ઇંચ

  • અંકલેશ્વર (ભરૂચ) – 2.32 ઇંચ

  • ઓલપાડ (સુરત) – 2.32 ઇંચ

  • વાપી (વલસાડ) – 2.20 ઇંચ

  • ચીખલી (નવસારી) – 2.05 ઇંચ

 રાજ્યમાં ચોમાસું હવે ધીમે-ધીમે રફ્તાર પકડી રહ્યું છે અને આગામી દિવસોમાં પણ અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા વચ્ચે જનજીવન અને ખેતી બંનેને રાહત મળે તેવી આશા છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">