AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ગુજરાતમાં મેઘરાજા રિસાયા, દ્વારકા સૌથી વધુ પ્રભાવિત, પોરબંદરની સ્થિતિ પણ ગંભીર ! જુઓ Video

ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની ઘટ છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા છે. દ્વારકામાં હજી સુધી સીઝનનો માત્ર 6.81% જ વરસાદ વરસ્યો છે. પોરબંદર જિલ્લામાં પણ વરસાદની ધટ છે 73% પર ધટ પહોંચી છે. પોરબંદરમાં હજી સુધી 18 ટકા જ વરસાદ વરસ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 06, 2026 | 11:12 AM
Share

સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદની ઘટ જોવા મળી રહી છે. દેવભૂમિ દ્વારકામાં 88 ટકા વરસાદની ઘટ છે એટલે કે આ વખતે વરસાદ અહી વરસ્યો જ નથી. જે પ્રકારે અલનીનોની અસર થઈ છે તે સૌથી વધુ સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળી છે. પોરબંદરમાં પણ 73 ટકા ધટ છે એટલે અહીંના ખેડૂતો અને રહીશો પરેશાન થઈ ચૂક્યા છે, કારણ કે સામાન્ય રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં સારો વરસાદ હોય છે અને આ વખતે સૌરાષ્ટ્રને વરસાદે સૌથી વધુ પ્રભાવિત કર્યું છે. વર્ગ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ઘટ

ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં વરસાદની ઘટ જોવા મળી રહી છે. સૌથી વધુ વરસાદની ઘટ દેવભૂમિ દ્વારકામાં 88 ટકા નોંધાઈ છે, જ્યારે પોરબંદરમાં 73 ટકા વરસાદ ઓછો પડ્યો છે. જૂનાગઢ અને જામનગરમાં 61-61 ટકા, જ્યારે ગીર સોમનાથમાં 40 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. રાજકોટમાં 34 ટકા વરસાદ ઓછો પડ્યો છે. મધ્ય ગુજરાતમાં પણ વરસાદની ઘટ યથાવત છે. વડોદરામાં 32 ટકા અને છોટા ઉદેપુરમાં 30 ટકા વરસાદની ઘટ નોંધાઈ છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો સાબરકાંઠામાં 44 ટકા, જ્યારે મહેસાણા અને ગાંધીનગરમાં 27-27 ટકા વરસાદ ઓછો નોંધાયો છે. પૂર્વ ગુજરાતમાં દાહોદમાં 45 ટકા વરસાદની ઘટ જોવા મળી છે. આમ, રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની અછતને કારણે ચિંતાજનક સ્થિતિ જોવા મળી રહી છે.

આ પણ વાંચો, Breaking News : તહેવાર પહેલાં મોંઘવારીનો મોટો ઝટકો, દુનિયાભરમાં અનાજની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી; ખિસ્સા પર પડશે સીધી અસર !

Follow Us
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
સુરતના કાપડ ઉદ્યોગને મરણતોલ ફટકો, રો મટિરિયલના ભાવ આસમાને, ઘટ્યો વેપાર
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
મહેસાણાને રેલવેની મોટી ભેટ, 3 નવી ટ્રેનને મંજૂરી, કનેક્ટિવિટીમાં વધારો
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
બોટાદનો સાળંગપુર રેલવે અંડરબ્રિજ વગર વરસાદે પાણીમાં ગરકાવ- Video
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ઊંઝા ઉમિયા માતાજી સંસ્થાનને મળ્યા નવા પ્રમુખ, પૂર્વ IASની વરણી
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
ગુજરાત કોંગ્રેસમાં એંધાણ, 6 જિલ્લામાં નવા પ્રમુખોની થશે નિમણૂક ! Video
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
સુરતમાં લિફ્ટ અચાનક ખોટકાતા 6 લોકો ફસાયા,ભારે જહેમત બાદ કર્યુ રેસ્ક્યૂ
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
નવરાત્રી 2026: ગરબા આયોજકો માટે ફાયર સેફ્ટીના કડક નિયમો
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ઠગબાજોએ લગ્ન કરવાની લાલચ આપી રૂપિયા પડાવ્યા
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
ફિલ્મી સ્ટાઇલમાં કરવામાં આવી આરોપીઓની ધરપકડ
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
સુરતમાં બાળકને લાફો મારતો Video Viral, ઝઘડા બાદ સમાધાન
g clip-path="url(#clip0_868_265)">