AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : જેતપુરમાં શિયાળાની સિઝનમાં ડામર ઓગળવા લાગતા સ્થાનિકો પરેશાન, જુઓ Video

Breaking News : જેતપુરમાં શિયાળાની સિઝનમાં ડામર ઓગળવા લાગતા સ્થાનિકો પરેશાન, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2026 | 1:22 PM
Share

જેતપુરમાં નેશનલ હાઇવે ઓથોરિટીની હલકી ગુણવત્તાની કામગીરી સામે સવાલો થઈ રહ્યા છે. બીજી તરફ, ડામર પર ડસ્ટ નાખવામાં આવતાં ધૂળની ડમરીઓ ઊડતાં વેપારીઓ અને સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.

રાજકોટ જિલ્લાના જેતપુરમાં રસ્તાની ગુણવત્તા સામે ગંભીર સવાલો ઊભા થયા છે. શહેરના અમરનગર રોડ અને જૂનાગઢ રોડ પર ડામર ઓગળીને રસ્તા પર ફેલાઈ જતાં વાહનચાલકો અને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. સરદાર ચોકથી માર્કેટ યાર્ડ તેમજ ચાંપરાજપુર સુધીના માર્ગ પર આ સમસ્યા સામે આવી છે. ડામર પીગળતાં વાહનોનાં ટાયર રસ્તા પર ચોંટી રહ્યાં હતા. તો રાહદારીઓનાં ચંપલ પણ ડામરમાં ફસાયા હતા. બીજી તરફ, ડામર પર ડસ્ટ નાખવામાં આવતાં ધૂળની ડમરીઓ ઊડતાં વેપારીઓ અને સ્થાનિક લોકો પણ પરેશાન થઈ રહ્યા છે.

ડામર ઓગળવા લાગ્યો

જેતપુર શહેરના મુખ્ય માર્ગો પર ડામર ઓગળવાની સમસ્યાએ વાહનચાલકો અને સ્થાનિક લોકોની મુશ્કેલીમાં વધારો કર્યો છે. અમરનગર રોડ અને જૂનાગઢ રોડ પર સરદાર ચોકથી માર્કેટ યાર્ડ તેમજ ચાંપરાજપુર સુધીના માર્ગ પર ડામર પીગળીને ચીકણા પડના સ્વરૂપમાં ફેલાઈ ગયો છે.હાઈવે ઓથોરિટી દ્વારા બનાવવામાં આવેલા આ માર્ગ પર ડામરનું પેચ વક્ર ઓગળતાં ટુ-વ્હીલર અને ફોર-વ્હીલર વાહનોનાં ટાયર રસ્તા પર ચોંટી રહ્યાં હોવાની ફરિયાદો સામે આવી છે. એટલું જ નહીં, પગપાળા ચાલતા લોકોનાં ચંપલ પણ ડામરમાં ફસાઈ જતાં રાહદારીઓને અવરજવર કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે,

વાહનચાલકોની આંખોમાં ધૂળ

રસ્તા પર ડામર પીગળવાની સમસ્યા સર્જાયા બાદ તંત્ર દ્વારા ડામર ઉપર ડસ્ટ નાખવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જોકે, તેના કારણે સમસ્યાનો કાયમી ઉકેલ આવવાને બદલે ધૂળની ડમરીઓ ઊડતાં નવી મુશ્કેલી ઊભી થઈ છે,રસ્તા પરથી પસાર થતાં વાહનોને કારણે ધૂળ ઊડતાં વાહનચાલકોની આંખોમાં ધૂળ જાય છે, જ્યારે રસ્તાની આસપાસ દુકાનો ધરાવતા વેપારીઓને પણ ધૂળની સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે. એક તરફ ચીકણા ડામરથીવાહનચાલકો પરેશાન છે, તો બીજી તરફ ધૂળના કારણે વેપારીઓ અને સ્થાનિક લોકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે,

રસ્તાના બાંધકામની ગુણવત્તા સામે સવાલો

રસ્તો પર ડામર નાખતા જ ટૂંકા ગાળામાં જ ડામર ઓગળવાની ઘટના સામે આવતાં રસ્તાના બાંધકામની ગુણવત્તા સામે પણ સવાલો ઊભા થયા છે. શું કાળઝાળ ગરમીના કારણે ડામર ઓગળી રહ્યો છે કે પછી રસ્તો બનાવતી વખતે વપરાયેલી સામગ્રી અને બાંધકામની ગુણવત્તામાં કોઈ ખામી છે? તે તપાસનો વિષય છે,રસ્તા પર વાહનો લપસી પડવાની અને અકસ્માત સર્જાવાની આશંકા વચ્ચે જવાબદાર તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ છે. સાથે જ રસ્તાની ગુણવત્તાની ચકાસણી કરી સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવામાં આવે તેવી પણ માગ ઉઠી રહી છે,

 

Breaking News : એરપોર્ટને પણ ટક્કર મારે તેવી સુવિધાઓથી સજ્જ બન્યું ઉધના રેલવે સ્ટેશન, જુઓ Video અહી ક્લિક કરો

Follow Us
g clip-path="url(#clip0_868_265)">