Breaking News : ‘દારૂ પીવો એ દૂષણ’ કે ‘દારૂબંધી જ દૂષણ’? રાજકોટની પાર્ટી બાદ પાટીદાર અગ્રણીઓ આમને-સામને
પાટીદાર અગ્રણી ગણપત પટેલે જાહેર મંચ પરથી સમાજમાં વધી રહેલા દારૂના દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ આર્થિક રીતે સદ્ધર બની રહ્યો છે, પરંતુ તેની સાથે સમાજમાં કેટલાંક દૂષણો પણ પ્રવેશી રહ્યાં છે.
ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં રાજકોટમાં હાઈપ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાતા રાજ્યમાં ખળભળાટ મચી ગયો છે. રાજકોટની સરાઝા હોટલમાં યોજાયેલી આ પાર્ટીમાં રાજકોટ અને મોરબીના બિલ્ડરો, ડૉક્ટરો, ઉદ્યોગપતિઓ અને જ્વેલર્સ સહિત અંદાજે 76 લોકો સામેલ હોવાની માહિતી સામે આવી છે. આ પાર્ટીમાં મોટાભાગના લોકો પાટીદાર સમાજના હોવાની ચર્ચા છે. આ ઘટના બાદ હવે પાટીદાર સમાજમાં જ દારૂ અને દારૂબંધીના મુદ્દે બે મત જોવા મળી રહ્યા છે.
પાટીદાર સમાજમાં દારૂના દૂષણ અંગે ચિંતા
પાટીદાર અગ્રણી ગણપત પટેલે જાહેર મંચ પરથી સમાજમાં વધી રહેલા દારૂના દૂષણ અંગે ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે પાટીદાર સમાજ આર્થિક રીતે સદ્ધર બની રહ્યો છે, પરંતુ તેની સાથે સમાજમાં કેટલાંક દૂષણો પણ પ્રવેશી રહ્યાં છે. પાટીદાર સમાજના યુવાનોમાં દારૂનું વ્યસન વધી રહ્યું હોવાનો આક્ષેપ કરતાં તેમણે આ બદીને રોકવા માટે સમાજના લોકોએ જ આગળ આવવાની જરૂરિયાત જણાવી હતી.
દારૂબંધી હટાવવાની પણ ઊઠી માગ
બીજી તરફ, કેટલાક પાટીદાર અગ્રણીઓએ દારૂની મહેફિલમાં સામેલ લોકોને સમર્થન આપતાં ગુજરાતમાં દારૂબંધીની નીતિ સામે સવાલો ઉઠાવ્યા છે. રાજકોટ બિલ્ડર એસોસિએશનના ઉપપ્રમુખ ધ્રુવિક પટેલે ગુજરાતની સરખામણી અફઘાનિસ્તાન સાથે કરતાં દારૂબંધીનો વિરોધ કર્યો હતો. તેમણે સવાલ ઉઠાવ્યો કે જો બહારના લોકો ગુજરાતમાં આવીને દારૂ પી શકે છે, તો ગુજરાતના લોકો પોતાના જ રાજ્યમાં દારૂ કેમ ન પી શકે? તેમણે રાજકોટથી જ દારૂબંધી નાબૂદ કરવાની લડત શરૂ કરવાની હાકલ કરી હતી.
જ્યોતિ ટીલવા અને પરષોત્તમ પીપળીયાએ પણ આપી પ્રતિક્રિયા
આ વિવાદમાં ઉમિયાધામ સિદસરનાં પૂર્વ મહિલા પ્રમુખ જ્યોતિ ટીલવાએ પણ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે પાર્ટી કરનારા લોકોએ દારૂ પીધો છે, કોઈની હત્યા કરી નથી. ગુજરાતનાં ફાર્મહાઉસમાં આવી દારૂની પાર્ટીઓ રોજ યોજાતી હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો.
બીજી તરફ, કાયદાના પ્રહરી ગણાતા પરષોત્તમ પીપળીયાએ પણ આ મામલે પ્રતિક્રિયા આપતાં આક્ષેપ કર્યો હતો કે પાર્ટીમાં પાટીદાર સમાજના લોકો સામેલ હોવાથી મીડિયા આ મુદ્દાને વધુ ચગાવી રહ્યું છે.
દારૂના દૂષણ સામે લડવું કે દારૂબંધી હટાવવી?
આમ, રાજકોટની દારૂ પાર્ટી બાદ પાટીદાર સમાજમાં બે અલગ-અલગ વિચારધારાઓ સામે આવી છે. એક તરફ ગણપત પટેલ જેવા અગ્રણીઓ સમાજના યુવાનોમાં વધી રહેલા દારૂના દૂષણને રોકવાની વાત કરી રહ્યા છે, તો બીજી તરફ કેટલાક અગ્રણીઓ ગુજરાતમાં દારૂબંધીની નીતિ જ હટાવવાની માગ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ચર્ચા અને નિવેદનબાજી તેજ બની છે. આગામી સમયમાં આ વિવાદ વધુ વકરે તેવી શક્યતા છે.
Gujarat Weather Today: ગુજરાતમાં શિયાળાની શરૂઆતમાં જ માવઠાનો માર, સૌરાષ્ટ્રના ચાર જિલ્લામાં યેલો એલર્ટ, જાણો તમારા જિલ્લાનું વાતાવરણ, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો
દારૂ પીવો એ દૂષણ કે દારૂબંધી જ દૂષણ? પાટીદાર અગ્રણીઓ આમને-સામને
દેશનું સૌથી મોટું પેસેન્જર ફેસિલિટી સેન્ટર તૈયાર,જુઓ Video
તાપીમાં ફાર્મ હાઉસમાં જુગારધામ ઝડપાયું, 8 જુગારીઓ ઝડપાયા
ધોરાજીમાં કમોસમી વરસાદથી ફૂલોના પાકને મોટું નુકસાન, 70% ઉત્પાદન ઘટ્યું

