AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : દસ્તાવેજો ન બતાવી શક્યા ગુજરાતમાં રહેતા 61 વિદેશીઓ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, જુઓ Video

Breaking News : દસ્તાવેજો ન બતાવી શક્યા ગુજરાતમાં રહેતા 61 વિદેશીઓ, અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2026 | 2:28 PM
Share

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દિવાળીના તહેવારો પૂર્વે સુરક્ષા અભિયાન હેઠળ મોટી કાર્યવાહી કરી છે. શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા 61 વિદેશી નાગરિકો, જેમાં મોટાભાગના બાંગ્લાદેશીઓ છે, તેમની અટકાયત કરવામાં આવી છે.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા વિદેશી નાગરિકો સામે કડક કાર્યવાહી હાથ ધરી છે. દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખીને સુરક્ષા અભિયાનના ભાગરૂપે, ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ ટીમો બનાવીને શહેરના વિવિધ વિસ્તારોમાં માહિતી આધારિત સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. આ કાર્યવાહી દરમિયાન કુલ 61 વિદેશી નાગરિકોની અટકાયત કરવામાં આવી છે.

અટકાયત કરાયેલા વિદેશી નાગરિકોમાં મોટાભાગના બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તેમના દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવી, ત્યારે તેઓ આધારભૂત પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યા હતા. આ તમામ 61 વિદેશી નાગરિકો સામે હવે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા તેમને તેમના વતન મોકલવા એટલે કે દેશ નિકાલ કરવાની પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આ ઓપરેશન ગેરકાયદે વસવાટ કરતા વિદેશીઓની ઓળખ અને ચકાસણીના વ્યાપક પ્રયાસોનો એક ભાગ છે.

અમદાવાદના વીંછિયા ગામે અંધશ્રદ્ધામાં પિતાએ 10 વર્ષના પુત્રની કરી હત્યા, હત્યા બાદ પુત્રની બાજુમાં જ સૂઈ ગયો પિતા

Follow Us
g clip-path="url(#clip0_868_265)">