AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vadodara : ભાજપ કોર્પોરેટરની દાદાગીરીનો કથિત વીડિયો વાયરલ, VMC ના આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે મારામારી

Vadodara : ભાજપ કોર્પોરેટરની દાદાગીરીનો કથિત વીડિયો વાયરલ, VMC ના આસિસ્ટન્ટ એન્જિનિયર સાથે મારામારી

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 02, 2026 | 6:45 PM
Share

શું પ્રજાના પ્રતિનિધિ જ બન્યા કાયદાના ભક્ષક? જાહેરમાં સરકારી અધિકારી પર હુમલો, અપશબ્દો અને ભ્રષ્ટાચારના આક્ષેપો પાછળનું અસલી કારણ શું હતું અને વીડિયો વાયરલ થતાં જ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કેમ મચી ગયો ખળભળાટ? જાણો આખી વિગત.

વડોદરા મહાનગરપાલિકા (VMC) ના વોર્ડ નંબર 4 ના ભાજપ કોર્પોરેટર મયુર ચોવટિયા અને તેમના મળતિયાઓ દ્વારા ફરજ પરના આસિસ્ટન્ટ એન્જિનિયર પ્રકાશ રોહિત પર જાહેરમાં હુમલો કરવામાં આવ્યો હોવાના ગંભીર આક્ષેપો સાથેનો એક કથિત વીડિયો વાયરલ થતાં ચકચાર મચી છે.

મળતી માહિતી મુજબ, ખોડિયારનગર વિસ્તારના રામદેવનગર 3 રસ્તા પાસે વરસાદી ગટર રિપેરિંગની કામગીરી ચાલી રહી હતી. સૂચના મુજબ સ્થળ તપાસ માટે પહોંચેલા એન્જિનિયર સાથે કોર્પોરેટરે ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવી ઉગ્ર બોલાચાલી કરી હતી. આરોપ છે કે તેમણે જાહેરમાં ગાળાગાળી કરી એન્જિનિયર પર હાથ ઉપાડ્યો હતો.

સરકારી ફરજમાં રુકાવટ અને કર્મચારી સાથે મારામારીની આ ઘટનાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓ અને સ્ટાફમાં ભારે રોષ ફેલાયો છે. સમગ્ર મામલે એક્ઝિક્યુટિવ એન્જિનિયર વસંત સિંગલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પોલીસ મથકે પહોંચ્યા હતા અને કોર્પોરેટર સામે કાયદેસરની ફોજદારી ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.

પશ્ચિમ એશિયા સંકટ વચ્ચે રિલાયન્સે બદલી ગેમ, યુરોપથી આફ્રિકા સુધી 50 ટકા વધારી હિસ્સેદારી

Follow Us
g clip-path="url(#clip0_868_265)">