Breaking News : તહેવાર પહેલાં મોંઘવારીનો મોટો ઝટકો, દુનિયાભરમાં અનાજની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી; ખિસ્સા પર પડશે સીધી અસર !
અનાજની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી છે. યુરોપમાં હીટ વેવ, અલનીનોની અસર ખાદ્ય સંકટના એંધાણ પર જોવા મળી છે. યુદ્ધના કારણે અનાજની હેરફેર ખોરવાઈ હોવાથી હજુ પણ પુરવઠો ઓછો થશે અવી શક્યતા છે.

અનાજની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી છે. યુરોપમાં હીટ વેવ, અલનીનોની અસર ખાદ્ય સંકટના એંધાણ પર જોવા મળી છે. યુદ્ધના કારણે અનાજની હેરફેર ખોરવાઈ હોવાથી હજુ પણ પુરવઠો ઓછો થશે અવી શક્યતા છે. ભારતમાં ખાંડ સહિતની દરેક ખાદ્યપદાર્થના ભાવ વધ્યા છે. પરંતુ, દુનિયાભરમાં અત્યારે અનાજના ભાવોમાં ભડકો થયો છે. ઓગસ્ટમાં વિશ્વભરમાં અનાજની વસ્તુઓની કિંમતો 2022 પછી સૌથી ઊંચા સ્તરે પહોંચી ગઈ છે. યુરોપમાં હીટ વેવ, અલ નીનોની અસર તથા ઈરાન યુદ્ધ અને યુક્રેન યુદ્ધના કારણે ખાદ્યાન્નની હેરફેર પર માઠી અસર પડી છે.
આવતા મહિનાઓમાં સ્થિતિ વધુ વકરવાની ચેતવણી
હજુ તો આવતા મહિનાઓમાં સ્થિતિ વધુ વકરવાની ચેતવણી આપવામાં આવી છે. યુનોના ખાદ્ય અને કૃષિ સંગઠને (સંયુક્ત રાષ્ટ્રસંઘની એક વિશેષ એજન્સી) જણાવ્યું કે મુખ્ય સૂચકાંક જુલાઈના 130.8 થી વધીને 133.3 અંક થઈ ગયો છે. જે વિશ્વભરમાં ખાવા-પીવાની વસ્તુઓની સપ્લાઈ અને બજાર પર ભીંસ વધી હોવાનું સૂચવે છે. સમગ્ર યુરોપમાં ભીષણ ગરમી અને દુષ્કાળને કારણે મકાઈ, બીટ અને પશુપાલન ઉત્પાદનને નુકસાન થયું છે. જ્યારે અલ નીનોની ગંભીર અસરની આશંકાએ એશિયામાં પામ ઓઈલ અને ખાંડના ઉત્પાદન સંબંધિત ચિંતાઓ વધારી છે. સાથે જ બ્લેક સીમાં વધતા હુમલા અને શિપિંગમાં અવરોધોએ રશિયા અને યુક્રેનથી અનાજની નિકાસ ઓછી કરી દીધી છે. જેનાથી સપ્લાય વધુ પ્રભાવિત થઈ ગયો છે.
તેલની કિંમતો જૂન 2022 પછી પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી
ઓગસ્ટ દરમ્યાન એફએઓના તમામ મુખ્ય ખાદ્ય સૂચકાંક, જેમાં અનાજ, વનસ્પતિ તેલ, ખાંડ અને ડેરી સામેલ છે, તેમાં વધારો થયો છે. અનાજ સૂચકાંકમાં 2.2 ટકાની વૃદ્ધિ થઈ છે જ્યારે વનસ્પતિ તેલની કિંમતો જૂન 2022 પછી પોતાના ઉચ્ચતમ સ્તરે પહોંચી ગઈ છે. ખાંડની કિંમતોમાં સૌથી વધુ 11.9 ટકાનો ઉછાળો આવ્યો છે જ્યારે બ્રાઝિલમાં ઓછા ઉત્પાદને અન્ય સ્થળોએ મોસમ સંબંધિત ચિંતાઓ વધારી દીધી છે.
અનાજનો સ્ટોક ઓછો રહેવાનું અનુમાન
દરમ્યાન એફએઓએ 2026 માટે પોતાના વૈશ્વિક અનાજ ઉત્પાદનના અનુમાનને 34 લાખ ટન ઘટાડીને 2.980 અબજ ટન કરી દીધું છે. જે 2025 ના સ્તરથી લગભગ બે ટકા ઓછું છે. જો કે તે હજી પણ રેકોર્ડ પરનો સૌથી વધુ પાક માનવામાં આવે છે, પણ વૈશ્વિક અનાજનો સ્ટોક ઓછો રહેવાનું અનુમાન છે. એફએઓેએ ચેતવણી આપી છે કે જળવાયુ સંબંધિત ઝટકા, ભૂ-રાજનીતિક તણાવ અને વેપાર માર્ગોમાં અવરોધો એકવાર ફરી ખાદ્ય બજારોમાં જોખમનું મોટુ કારણ બની શકે છે.
