AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Rain Update: ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર, ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા

અસહ્ય ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. નૈઋત્ય ચોમાસું આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના છે. ગુજરાતમાં પણ ચોમાસાની એન્ટ્રીની તારીખ લગભગ સ્પષ્ટ થઈ રહી છે, જ્યારે કેરળમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

Gujarat Rain Update: ગરમી અને બફારાથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચાર, ગુજરાતમાં 3 સિસ્ટમ સક્રિય, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ધોધમાર વરસાદની શક્યતા
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 08, 2026 | 10:03 AM
Share

અસહ્ય ગરમી અને બફારાથી પરેશાન ગુજરાતવાસીઓ માટે હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. દેશભરમાં પ્રિમોન્સૂન એક્ટિવિટી તેજ બનતા હવામાનમાં મોટો ફેરફાર જોવા મળી રહ્યો છે. નૈઋત્ય ચોમાસું દક્ષિણ ભારત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશના અનેક રાજ્યોમાં વરસાદી માહોલ જામવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

જાણો ક્યાં કયાં વરસશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતના વિવિધ વિસ્તારોમાં આગામી સાત દિવસ દરમિયાન છૂટાછવાયા વરસાદની શક્યતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે. આજે નવસારી, વલસાડ, ડાંગ, તાપી અને સુરત જિલ્લામાં વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ ઉપરાંત અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથ જિલ્લામાં પણ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર હાલમાં નૈઋત્ય ચોમાસું મેંગ્લોર સુધી પહોંચી ગયું છે અને તેની ગતિ અનુકૂળ રહે તો ગુજરાતમાં ચોમાસું 15 જૂનની આસપાસ પ્રવેશ કરી શકે છે. પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ચોમાસાનું આગમન થઈ ચૂક્યું હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે, જેના કારણે ગુજરાતમાં પણ વરસાદી પ્રવૃત્તિઓમાં વધારો થવાની સંભાવના છે.

બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ત્રણ અલગ-અલગ સિસ્ટમ સક્રિય

વિભાગે વધુમાં જણાવ્યું છે કે અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં સક્રિય થયેલી ત્રણ અલગ-અલગ સિસ્ટમોના કારણે આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ જળવાઈ રહેવાની શક્યતા છે. જોકે, વરસાદની સંભાવના વચ્ચે તાપમાનમાં કોઈ મોટો ઘટાડો નોંધાય તેવી શક્યતા હાલ ઓછી છે. આગામી સાત દિવસ દરમિયાન રાજ્યમાં મહત્તમ તાપમાન 41 ડિગ્રી આસપાસ રહી શકે છે.

ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત્ જ રહેશે

રાજ્યમાં સૌથી વધુ તાપમાન અમદાવાદમાં 41.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે. આમ, ચોમાસાના આગમન પહેલા ગરમીનો પ્રકોપ યથાવત રહેવાની શક્યતા છે, પરંતુ છૂટાછવાયા વરસાદના કારણે લોકોને ગરમી અને બફારાથી આંશિક રાહત મળી શકે છે.

આ પણ વાંચો- 08 જૂનના મહત્વના સમાચાર : ફિલિપાઇન્સમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ, અનેક ઇમારતો ધરાશાયી

Follow Us
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
અમદાવાદમાં બે જાણીતી બેકરી સીલ, મેંદાના લોટમાં જીવાતોનો મળ્યો ઢગલો !
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
કલોલના દંતાલીમાં ગેરકાયદે ગેસ રિફિલિંગનો પર્દાફાશ, 12 લાખનો માલ જપ્ત
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
ગુજરાતમાં 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
દશામાંના વ્રતના નામે ઢોંગ-ધતીંગ ચાલતા હોવાનો વિજ્ઞાન જાથાનો આક્ષેપ
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
રાજકોટમાં ભેળસેળયુક્ત ઈંધણનો કાળો કારોબાર ઝડપાયો
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
અનુ. જાતિની યુવતીને મંદિરમાં પ્રવેશતા અટકાવ્યાનો આક્ષેપ, 3 સામે કેસ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
આજનું રાશિફળ : વ્યાપાર, ધનલાભ અને કરિયરમાં પ્રગતિના યોગ, વાંચો રાશિફળ
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
ગુજરાતમાં ફૂડ વિભાગની મોટી કાર્યવાહી, 6.12 લાખનું શંકાસ્પદ ઘી જપ્ત
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં હજુ સાત દિવસ વરસાદી માહોલ રહેવાની હવામાન વિભાગની આગાહી
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
જુનાગઢના જોષીપુરા વિસ્તારના રહીશોનો ટીપી સ્કીમ સામે આક્રોશ
g clip-path="url(#clip0_868_265)">