AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદમાં છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, ઈમરજન્સી સેવામાં ગરમીના કેસો વધ્યા

અમદાવાદમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ શરૂ થયો છે. આગામી 6 દિવસ પારો 44 ડિગ્રીએ પહોંચવાની શક્યતા સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. જાણો ગરમીના વધતા કેસોની વિગત.

Breaking News: અમદાવાદમાં છ દિવસ માટે ઓરેન્જ એલર્ટ, ઈમરજન્સી સેવામાં ગરમીના કેસો વધ્યા
| Updated on: Apr 27, 2026 | 4:12 PM
Share

ગુજરાતમાં ઉનાળો હવે આકરો બની રહ્યો છે. હવામાન વિભાગ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા શહેરમાં આગામી છ દિવસ માટે ‘ઓરેન્જ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. આગાહી મુજબ, અમદાવાદમાં પારો 43 થી 44 ડિગ્રીની વચ્ચે રહેશે, જેના કારણે સામાન્ય જનજીવન પ્રભાવિત થવાની પૂરેપૂરી શક્યતા છે.

અમદાવાદમાં ગરમીના કેસોમાં રેકોર્ડબ્રેક વધારો

ગરમીનો પ્રકોપ વધતા લોકો બીમાર પડી રહ્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, છેલ્લા 26 દિવસમાં રાજ્યમાં ગરમીને લગતા કુલ 1,518 કેસ 108 ઇમર્જન્સી સેવામાં નોંધાયા છે. જેમાંથી સૌથી વધુ 243 કેસ એકલા અમદાવાદમાં નોંધાયા છે. છેલ્લા છ દિવસથી રાજ્યમાં હીટ રિલેટેડ ઈમરજન્સીના કેસોમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે.

આંકડાકીય વિગત (છેલ્લા 26 દિવસ):

  • રાજ્યમાં ગરમીના કુલ કેસ: 1,518
  • અમદાવાદમાં ગરમીના કેસ: 243
  • શરીરનું તાપમાન વધવાના કેસ (રાજ્ય): 1,350
  • શરીરનું તાપમાન વધવાના કેસ (અમદાવાદ): 287

તંત્ર દ્વારા સાવચેતીની સૂચના

હવામાન વિભાગની ચેતવણી બાદ AMC એ નાગરિકોને બપોરના સમયે કામ વગર બહાર ન નીકળવા અપીલ કરી છે. ખાસ કરીને નાના બાળકો, વૃદ્ધો અને સગર્ભા મહિલાઓએ સીધા તડકાથી બચવું અનિવાર્ય છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે વધુ પ્રવાહી લેવાની સલાહ આપવામાં આવી છે.

રાજ્યના વિવિધ વિસ્તારોમાં હીટવેવનું એલર્ટ આપવામાં આવિયું છે. અમદાવાદ, સુરત, પાટણ અને રાજકોટ જિલ્લામાં આકરી ગરમીની શક્યતાને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત, પોરબંદર, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી અને કચ્છ જિલ્લામાં પણ હીટવેવની ચેતવણી જાહેર કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાત સુધીના મોટાભાગના વિસ્તારો ગરમીની ઝપેટમાં છે. કચ્છ, પાટણ અને મોરબી સહિત ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં હીટવેવની ખાસ ચેતવણી અપાઈ છે. પોરબંદર અને અમદાવાદ જેવા મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના શહેરોમાં પણ હીટવેવનું એલર્ટ છે, જ્યાં મોટાભાગના શહેરોમાં તાપમાન 40 થી 42°C ઉપર છે.

ઓરેન્જ એલર્ટને જોતા આગામી દિવસોમાં હીટ સ્ટ્રોક અને ચક્કર આવવા જેવા કેસોમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે. હોસ્પિટલોને પણ સ્ટેન્ડબાય રહેવા સૂચના આપી દેવામાં આવી છે.

Breaking News : કાળઝાળ ગરમીનો પ્રકોપ : બપોરે બહાર ન નીકળો ! હવામાન વિભાગની હીટવેવ ચેતવણી જુઓ Video

Follow Us
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
બેંક કર્મચારી જ નીકળ્યો માસ્ટરમાઇન્ડ, 8.70 કરોડની ચોરીનો ભેદ ઉકેલાયો
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
ભાજપની મજબૂરી, AAPના સભ્યને બનાવવા પડ્યા તાલુકા પંચાયતના પ્રમુખ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
રાજ્યમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો,લોકોમાં જોવા મળ્યો મિશ્ર પ્રતિસાદ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યના જળાશયોમાં ઘટ્યો જળસંગ્રહ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
સત્તા ટકાવી રાખવા ભાજપે કોંગ્રેસ સાથે મિલાવ્યા હાથ
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
છાશવાલાના અંજીર શેકમાંથી નીકળ્યો વંદો! જુઓ Video
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
તાલુકા પંચાયતમાં પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણી પહેલા હાઈવોલ્ટેજ ડ્રામા
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
બસ અકસ્માતમાં 2 મહિલાના મોત, 5 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
અમદાવાદમા બ્રાન્ડેડ વસ્તુઓના નામે નકલી પ્રોડક્ટ્સ બનાવતુ ગોડાઉન ઝડપાયુ
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
ગુજરાતમાં હજુ એક સપ્તાહ સુધી ગરમીમાંથી નહીં મળે રાહત
g clip-path="url(#clip0_868_265)">