Kam ni Vaat: જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ ગયો છે તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક, નહીંતર ભોગવવું પડશે નુકસાન

Kam ni Vaat: જો તમારો મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ ગયો છે તો ફટાફટ આ રીતે કરી દો બ્લોક, નહીંતર ભોગવવું પડશે નુકસાન

Dipali Barot
| Edited By: | Updated on: May 06, 2023 | 11:08 AM

જો તમારો સ્માર્ટફોન ચોરાઈ કે ખોવાઈ જાય તો તેમાં રહેલા તમારા ડેટાનો મિસયુઝ થવાની શક્યતા વધી જાય છે. અને જો આવું થાય તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.

આજની દુનિયામાં સ્માર્ટફોન (smartphone) એક અત્યંત ઉપયોગી અને પ્રાથમિક જરૂરીયાત બની ગયો છે. ઘણા લોકો તેમની બેંકિંગ માહિતી કે તેમના પર્સનલ ડેટાને (Personal data) સ્માર્ટફોનમાં સંગ્રહિત કરે છે. આ ઉપરાંત, સ્માર્ટફોનમાં પરિવારના સભ્યોના ફોટા અને વીડિયો પણ સ્ટોર કરે છે. પરંતુ જો તમારો સ્માર્ટફોન ચોરાઈ જાય અથવા ખોવાઈ જાય તો તેમાં રહેલા તમારા ડેટાનો મિસયુઝ (Misuse of data) થવાની શક્યતા વધી જાય છે. અને જો આવું થાય તો તમે મોટી મુશ્કેલીમાં મુકાઈ શકો છો.. કેમ કે જે વ્યક્તિ પાસે તમારો સ્માર્ટફોન છે તે તમારા ફોટાઓ, વીડિયો અથવા નાણાકીય માહિતીનો દુરુપયોગ કરી શકે છે.

આ સમસ્યાને ઉકેલવા માટે જ સરકારે CEIR એટલે કે Central Equipment Identity Register પોર્ટલ બનાવ્યું છે. જેની મદદથી તમે ખોવાયેલા અથવા ચોરાયેલા સ્માર્ટફોનને બ્લોક કરી શકો છો. આ પોર્ટલ પર જવા માટે તમે www.ceir.gov.in સાઈટની મુલાકાત લેવી પડશે. તો ચાલો કામની વાતમાં જાણીએ કેવી રીતે આ પોર્ટલથી તમે તમારો મોબાઈલ બ્લોક (Mobile block) કરી શકો છો.

ખોવાયેલ કે ચોરાયેલ મોબાઈલને આ રીતે કરો બ્લોક

સૌ પ્રથમ તમે CEIRની વેબસાઈટ www.ceir.gov.in પર જાઓ

અહીં તમને Block Stolen/ Lost Mobile વિકલ્પ જોવા મળશે જેના પર ક્લિક કરો

ત્યારબાદ જે પેજ ખુલશે તેમાં તમારી અને તમારા મોબાઈલની માંગવામાં આવેલી વિગતો ભરો

જેમાં તમારો મોબાઈલ નંબર, IMEI નંબર, સ્માર્ટફોન કંપની, બિલની તારીખ અને ફોન નંબર તેમજ તમારી પોલીસ ફરિયાદની નકલ દાખલ કરો

આગળ સેલફોન માલિકનું નામ, સરનામું, પાન કાર્ડ, આધાર કાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ અને ઓળખ સાથે ફોર્મ ભરો

આ પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે આપેલા નંબર પર એક OTP પ્રાપ્ત થશે, જે બાદ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ થશે

અને હવે છેલ્લે સબમિટ બટન પર ક્લિક કરવાથી તમારો મોબાઈલ ફોન બ્લોક થઈ જશે

આ સાથે તમારે અન્ય એક પ્રક્રિયા પણ હાથ ધરવી જરૂરી છે.

મોબાઈલ ખોવાઈ કે ચોરાઈ જવા પર આટલું અવશ્ય કરો

સૌથી પહેલા તો નજીકના પોલીસ સ્ટેશનમાં એક FIR દાખલ કરવી દો

જે ભવિષ્યમાં તમારા સ્માર્ટફોનનો દુરુપયોગ થવાના કિસ્સામાં તમને કાયદેસર રીતે મદદ કરશે

સાથે જ ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકમ્યુનિકેશન (Department of Telecommunication) એટલે કે DoTમાં પણ ફરિયાદ કરો

DoTના હેલ્પલાઈન નંબર 14422 ડાયલ કરી તમે ફરીયાદ નોંધાવી શકો છો

જ્યારે બીજી કોઈ વ્યક્તિ તમારા ડીવાઈસનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે કે તરત જ તમારા સર્વિસ પ્રોવાઈડર (Service Provider)ને તેની માહીતી મળી જશે

મોબાઈલ સર્વિસ પ્રોવાઈડર જેમ કે BSNL, Jio, Airtel, Vodafone, Idea વગેરે ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન સાથે જોડાયેલા છે

આવા કિસ્સામાં તમે તમારો મોબાઈલ ફોન પાછો મેળવી શકો છો

પરત મળેલા મોબાઈલ ફોનને અનબ્લોક કરવા માટે તમે ફરી www.ceir.gov.in સાઈટની મુલાકાત લો

જ્યાં તમે Un-block Found Mobile બટન પર ક્લીક કરો

જે પેજ તમારી સામે ખુલશે તેમાં જરૂરી માહિતી ભરી સબમીટ કરતા જ તમારો મોબાઈલ અનબ્લોક (Mobile Unblock) થઈ જશે.

Published on: May 04, 2023 08:28 PM
g clip-path="url(#clip0_868_265)">