What India Thinks Today: વિદેશ પ્રધાન એસ જયશંકરે વેસ્ટર્ન કન્ટ્રીઝના દેશોને દેખાડી દીધો અરીસો, કહ્યું કે હવે “ફ્રીડમ ઓફ સ્પીચના નામે દેશ વિરોધી પ્રવૃતિ નહીં ચલાવી લેવાય”
વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના આગવા અંદાજમાં વેસ્ટર્ન કન્ટ્રીઝની કથની કરણી પર તો સવાલ ઉભા કર્યા જ હતા સાથે આવા દેશોને અરીસો બતાડી દીધો હતો અને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે ફ્રીડમ ઓફ સ્પીચના નામે હવે મીસ યુઝ ઓફ સ્પીચનો કન્સેપ્ટ ભારત નહીં ચલાવી લે
ટીવી 9ની વ્હોટ ઈન્ડિયા થિંક્સ ટુડે ગ્લોબલ સમિટમાં વિદેશ મંત્રી એસ જયશંકરે પોતાના આગવા અંદાજમાં વેસ્ટર્ન કન્ટ્રીઝની કથની કરણી પર તો સવાલ ઉભા કર્યા જ હતા સાથે આવા દેશોને અરીસો બતાડી દીધો હતો અને સ્પષ્ટ સંદેશ આપી દીધો હતો કે ફ્રીડમ ઓફ સ્પીચના નામે હવે મીસ યુઝ ઓફ સ્પીચનો કન્સેપ્ટ ભારત નહીં ચલાવી લે, આપી પ્રવૃતિઓની આડમાં ભારત વિરોધી કરતુતોને ભારત સાંખી નહીં લે.
વિદેશ મંત્રી એસ જયશંકરે ભારત અને માલદીવ વચ્ચેના સંબંધો પર પોતાના વિચારો વ્યક્ત કર્યા. વિદેશ મંત્રીએ કહ્યું કે વિશ્વ ઉપકાર અને ઉપકારથી ચાલતું નથી. તેમણે કહ્યું કે, માનવતા પણ માનવતા છે, રાજનીતિ પણ રાજનીતિ છે અને રાજનીતિ પણ રાજનીતિ છે. આખું જગત ઉપકાર પર ચાલતું નથી. તે સાચું. ક્યારેક લોકો ગેરમાર્ગે દોરાય છે. માલદીવમાં અમારી પાસે બે હેલિકોપ્ટર છે. તેઓ મોટે ભાગે તબીબી હેતુઓ માટે વપરાય છે. તેનો લાભ માત્ર માલદીવને મળી રહ્યો છે. ક્યારેક આવું થાય છે. અમે તેનો ઉકેલ શોધીશું.
દેશની અર્થ વ્યવસ્થા પર કરી વાત
વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે દસ વર્ષ પહેલા જ્યારે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન બન્યા અને તે સમયે દેશની અર્થવ્યવસ્થા પર નજર કરીએ તો આપણે 11મા નંબર પર હતા. આજે આપણે વિશ્વમાં પાંચમા સ્થાને છીએ. આજે ભારતની ગણતરી વિશ્વના શક્તિશાળી દેશોમાં થાય છે. દુનિયાની મોટી બેઠક હોય તો ભારતનો વિચાર પણ પસંદ આવે છે. આજે વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ છે, અગાઉ આવું નહોતું.
વિદેશમાં તિરંગાના અપમાન પર શું બોલ્યા જયશંકર
વિદેશ પ્રધાન જયશંકરે સીધો જવાબ આપતા જણાવ્યું કે અગર ભારતના તિરંગાનું અપમાન વિદેશમાં થાય છે તો સ્થાનિક ડિપ્લોમેટ કક્ષાએ તેના પર કાર્યવાહી થવી જોઈએ, તેમણે વાતવાતમાં આડકતરી રીતે એમ પણ સંદેશ આપવાની કોશિશ કરી કે ભારતમાં આવી ઘટના તેમના દેશના તિરંગા સાથે બની શકે તો શુું? જો કે આ મુદ્દાને ખાલિસ્તાનીઓ દ્વારા ભારતના ડિપ્લોમેટના ચેહરા વાળા પોસ્ટર ચોંટાડવાની ઘટના પર પ્રતિક્રિયા આપવાનો હોઈ શકે છે. તેમણે એ જરૂર કહી આપ્યું કે ફ્રીડમ ઓફ સ્પીચના નામે હવે ભારત વિરોધી પ્રવૃતિને સાંખી લેવામાં નહીં આવે.
ટીવી 9 ના આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા એસ જયશંકર દ્વારા બીજા પણ ઘણા મુદ્દાઓ પર વાત કરવામાં આવી હતી જે સંદર્ભનો આો વિડિયો તમે લીંક પર ક્લિક કરીને જોઈ શકશો.