Kam Ni Vaat: નથી મળ્યુ ફૉર્મ-16? તો આ રીતે કરો ITR ફાઈલ

Kam Ni Vaat: નથી મળ્યુ ફૉર્મ-16? તો આ રીતે કરો ITR ફાઈલ

Dipali Barot
| Edited By: | Updated on: Jul 18, 2023 | 7:04 PM

ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું.. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે ITR ફૉર્મ-16 વગર પણ ફાઈલ કરી શકાય છે..

શું તમે પણ ઈન્કમટેક્સ રિટર્ન (ITR) ફાઈલ કરવા માટે ફોર્મ 16 (Form-16) ની રાહ જોઈ રહ્યા છો? ઘણીવાર નોકરિયાત વર્ગના લોકો ITR ફાઈલ કરવા માટે ફોર્મ 16નો ઉપયોગ કરે છે… ઘણી વખત કોઈ કારણસર કંપની પાસેથી ફૉર્મ-16 નથી મળી શકતું.. પરંતુ કદાચ બહુ ઓછા લોકો જાણતા હોય છે કે ITR ફૉર્મ-16 વગર પણ ફાઈલ કરી શકાય છે..

ITR ફાઈલ કરવા માટે ફૉર્મ-16 ખુબ જ જરૂરી

ITR ફાઈલ કરવા માટે ફૉર્મ-16 ખુબ જ જરૂરી છે. તેમાં કર્મચારીને આપવામાં આવેલી સેલેરી, એલાઉન્સ અને ડિડક્શનનો ઉલ્લેખ હોય છે… એટલું જ નહીં, તેમાં કંપની એટલે કે એમ્પ્લોયર દ્વારા સેલેરી પર કપાત કરાયેલ TDS એટલે કે ડિડક્ટેડ એટ સોર્સની માહિતી પણ છે.

ફૉર્મ-16 ના હોય તો..વ્યક્તિ કપાતનો દાવો કરવા માટે

આ દસ્તાવેજો દ્વારા ફાઈલ કરી શકો ITR

સેલેરી સ્લિપ (Salary slip)
ફોર્મ 26AS
ઈન્વેસ્ટમેન્ટ રેકોર્ડ્સ (Investment records)

જેવા દસ્તાવેજોનો ઉપયોગ કરીને ITR ફાઇલ કરી શકે છે.

ફૉર્મ-16 વિના ITR ફાઇલ કરવા માટે, તમારે કેટલાક સ્ટેપ ફોલો કરવા પડશે.

ફૉર્મ-16 વિના આવી રીતે ફાઈલ કરો ITR

  1. સૌથી પહેલા તમે જે ફાઈનાન્સિયલ યર માટે રિટર્ન (Return) ફાઈલ કરી રહ્યા છો,, તે વર્ષની તમામ સેલેરી સ્લિપ ભેગી કરી લો
  2. સેલેરી સ્લિપમાં સેલેરી, અલાઉન્સ અને ડિડક્શનની માહિતી હોવી જોઈએ
  3. પછી આ તમામ વસ્તુઓનું ટોટલ કરો
  4. હાઉસ એલાઉન્સ રેન્ટ (HRA), હોમ લોનના ઈન્ટરેસ્ટનું ડિડક્શન અને સ્ટેન્ડર્ડ ડિડક્શન ઘટાડ્યા પછી ટેક્સેબલ ઈનકમ જોવા મળશે
  5. જો સેલેરીમાંથી TDS કપાયું છે અને તેની જાણકારી પણ પે સ્લિપમાં જોવા મળશે
  6. પગાર ઉપરાંત, જો તમારે બીજી પણ કમાણી છે જેમ કે બેંકમાંથી વ્યાજ અથવા ડિવિડન્ડની આવક તો તેના માટે બેંક અકાઉન્ટ સ્ટેટમેન્ટ ચેક કરો
  7. જો તમે મકાન ભાડે આપીને કમાણી કરો છો, તો આ બધી રકમ ટેક્સેબેલ ઈનકમમાં શામેલ હોવી જોઈએ
  8. જો તમે 80C, 80D જેવા સેક્શન અંતર્ગત કોઈ પણ પ્રકારનું ટેક્સ સેવિંગ્સ ઈન્વેસ્ટમેન્ટ કરો છો તો તેને ક્લેમ કરો
  9. જેમાં પ્રોવિડન્ટ ફંડ (EPF), હોમ લોનનું પ્રિન્સિપલ, ટર્મ ઈન્સ્યોરન્સ સહિત જીવન વીમા પોલિસી, હેલ્થ ઈન્સ્યોરન્સનું પ્રીમિયમ કવર હોય છે
  10. તેના માટે જરૂરી છે કે તમે તેના સ્ટેટમેન્ટ ચેક કરીને રકમ કેલ્ક્યુલેટ કરો
  11. ITR ફૉર્મમાં આ ડિડક્શનનો ઉલ્લેખ કરો
  12. જે બાદ નેટ ટેક્સેબલ ઈનકમ મળી જશે

ફૉર્મ 26ASમાં હોય છે તમારા TDS અને TCS ની જાણકારી

જો તમારી પાસે ફૉર્મ-16 નથી તો ફૉર્મ 26AS (Form 26AS) દ્વારા પણ તમે તમારા TDS અને TCS વિશે જાણકારી મેળવી શકો છો. ફૉર્મ 26ASમાં તમારા PAN પર કાપવામાં આવેલ અને જમા થયેલા તમામ ટેક્સની જાણકારી હોય છે. એમ્પ્લૉયર અને બેંક તરફથી કપાયેલા ટેક્સની સાથે સાથે એડવાન્સ ટેક્સ, હાઈ વેલ્યૂ દેવડદેવડની પણ માહિતી તેમાં હોય છે. તમારા એમ્પ્લૉયરે આખા વર્ષ દરમિયાન જો TDS કાપ્યો છે તો તેને ફૉર્મ 26ASમાં અપાયેલ TDS ડિટેલ્સ સાથે સરખાવો. જો કોઈ વધુ TDS કપાયેલા છે તો તેને રિટર્નમાં મેન્શન કરો.

આ રીતે મેળવી શકશો ફૉર્મ 26AS

  1.  ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટના ઈ-ફાઈલિંગ પોર્ટલ (https://eportal.incometax.gov.in/) પરથી ફૉર્મ 26AS ડાઉનલોડ કરી શકો છો
  2.  પોર્ટલ પર લૉગ ઈન કરી તમારે ઈ-ફાઈલના ઑપ્શન પર જવું પડશે
  3.  જ્યાં ઈનકમ ટેક્સ રિટર્નના ઑપ્શનમાં તમને View Form 26AS ઑપ્શન જોવા મળશે
  4.  જેના પર ક્લિક કરવાથી ફૉર્મ 26AS ડાઉનલોડ થઈ જશે

ITR ફાઈલ કરતા પહેલા એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ ખાસ ચેક કરો

રિટર્ન ફાઈલ કરતી વખતે તમારા ઈન્વેસ્ટમેન્ટ અને ખર્ચની વિગતો તમને તમારા એન્યૂઅલ ઈન્ફોર્મેશન સ્ટેટમેન્ટ એટલે કે AISમાં મળી જશે. જેને ઈન્કમટેક્સ વિભાગની વેબસાઈટથી ડાઉનલૉડ કરી શકાય છે. તમે AISની એપ્લીકેશન ડાઉનલોડ કરી તેના પરથી પણ તમારું સ્ટેટમેન્ટ મેળવી શકો છો. આવકવેરા રિટર્ન ભરતા પહેલા AIS ચેક કરી લેજો, જેથી આવક અને ખર્ચ અથવા તો  રોકાણ વચ્ચે કોઈ તફાવત ના રહે.

રિટર્ન ભર્યા પછી ઈ-વેરિફાય કરવું છે જરૂરી

જો તમારો કપાયેલ TDS ફોર્મ 26AS સાથે મેળ ખાય છે, તો તમે રિટર્ન ફાઇલ કરી શકો છો. ફૉર્મ-16 મળે કે ના મળે, પરંતુ રિટર્ન ફાઈલ કરવું એ આપણી જવાબદારી છે. સાથે જ માત્ર રિટર્ન ફાઈલ કરી દેવાથી કામ નહીં થાય. રિટર્ન ભર્યા પછી તેને ઈ-વેરિફાય કરવાનું ના ભૂલતા. ઈ-વેરિફાય કર્યા વગરનું રિટર્ન અધૂરું માનવામાં આવશે અને ઈનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તેનું પ્રોસેસિંગ નહીં કરે. તેની સાથે જ જો તમારું રિફંડ (Refund) હશે તો તે પણ અટકી જશે.

g clip-path="url(#clip0_868_265)">