અયોધ્યામાં દિવસ દરમિયાન વિવિધ રંગો ફેલાવતા સૂર્ય સ્તંભનું શું છે મહત્વ- જુઓ વીડિયો
અયોધ્યા તરફ જતા પહેલા જો તમને સૂર્ય સ્તંભ દેખઆવા લાગે તો સમજી જજો કે તમે પ્રભુ શ્રી રામની નગરી અયોધ્યાથી બહુ દૂર નથી. આ એ જ રામ પથ છે જે ભક્તોને તેમના રામલલાના દર્શન સુધી લઈ જશે. અહીં સૂર્યદેવના દર્શન કરી ભક્તો સૂર્યવંશી ભગવાન શ્રી રામના દર્શન કરશે.
દેશના કરોડો સનાતની ભાઈઓ બહેનો જેની સદીઓથી રાહ જોઈ રહ્યા છે એ ઘડી હવે તદ્દન નજીક આવી રહી છે અને ટેન્ટમાંથી પ્રભુ શ્રીમ રામ તેમના ખરા ધામમાં પ્રવેશ કરશે. સમગ્ર દેશવાસીઓમાં ભગવાન શ્રીરામને આવકારવા માટેનો થનગનાટ જોવા મળી રહ્યો છે. સમગ્ર અયોધ્યા નગરી જાણે રામમય બની ગઈ છે. દેશવાસીઓ આતુરતાથી 22 જાન્યુઆરીની રાહ જોઈ રહ્યા છે.
અયોધ્યા નગરી પણ પ્રભુ શ્રીરામને આવકારવા સજીધજીને તૈયાર છે. અયોધ્યામાં રામ મંદિરના અભિષેક સમારોહને વધુ ભવ્ય બનાવવામાં સૂર્ય સ્તંભોનું મહત્વનું યોગદાન છે. દિવસ દરમિયાન આ સૂર્ય સ્તંભ વિવિધ રંગો ફેલાવે છે અને રાત્રે તે વધુ ભવ્ય દેખાય છે. ત્યારે ટૂંક સમયમાં જ અહીં સૂર્ય દેવના પણ દર્શન થશે.
આ સૂર્ય સ્તંભો તમને રામલલાના દર્શન સુધી દોરી જાય છે. જો તમે લખનઉ ગોરખપુર માર્ગ પર હો અને તમને સૂર્ય સ્તંભ દેખાવા લાગે તો સમજી જજો કે તમે ભગવાન શ્રી રામની નગરી અયોઘ્યામાં આવી ગયા છે. આ એ જ રામપથ છે જ્યાંથી આગળ વધીને ભક્તો રામલલાના દર્શને જશે. આ સૂર્ય સ્તંભ સૂર્યવંશી એવા રઘુકુળના રામનું પ્રતિક છે. વાત જ્યારે સૂર્ય સ્તંભની હોય તો સૂર્યનારાયણ દેવના દર્શન પણ કરવા પડે. જેનાથી સમગ્ર જગતમાં ચેતનાનો અને ઊર્જાનો સંચાર થાય છે. એ સૂર્ય દેવનું પ્રતિક પણ અયોધ્યામાં કંડારવામાં આવ્યુ છે જો કે તેનુ કામ હજુ નિર્માણાધિન છે.
સાત અશ્વો પર સવાર સૂર્યદેવના પણ ભાવિકો દર્શન કરી શકશે. સૂર્યવંશી રામના દર્શન કરતા પહેલા સૂર્યદેવના ભાવિકો દર્શન કરશે. ત્યારબાદ સૂર્ય સ્તંભવાળા માર્ગ પર આગળ વધતા રામલલાના દર્શન તરફ લઈ જશે. આજ માર્ગ પરથી યાત્રાળુઓ રામજન્મભૂમિ સુધી પહોંચતા હોય છે.