Viral Video : ડોગીના બચ્ચાને તરતા શિખવાડી રહ્યો આ વ્યક્તિ, વીડિયો જોઇને લોકોના ચહેરા પર આવ્યુ સ્મિત

સોશિયલ મીડિયા પર આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, "સૌથી સુંદર સ્વિમિંગ લેસન." આ વીડિયોને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે.

Viral Video : ડોગીના બચ્ચાને તરતા શિખવાડી રહ્યો આ વ્યક્તિ, વીડિયો જોઇને લોકોના ચહેરા પર આવ્યુ સ્મિત
Man helps puppies with swimming lessons
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:38 AM

પ્રાણીઓ પ્રત્યે માનવીય લગાવ નવી વાત નથી. આવી ઘણી બધી વાર્તાઓ છે જેનાથી જાણી શકાય છે કે મનુષ્ય અને પ્રાણીઓની મિત્રતા વિશે કંઈક અલગ જ હોય છે. આ જ કારણ છે કે પ્રાણીઓ સાથે જોડાયેલા ઘણા વીડિયો અવારનવાર સોશિયલ મીડિયા પર જોવા મળે છે. જે કેટલાક કારણોસર લોકોનું ધ્યાન પોતાની તરફ આકર્ષે છે. આ દિવસોમાં ફરી એક નાના કૂતરા અને એક માણસનો વીડિયો ઇન્ટરનેટ જગતમાં ઘણી હેડલાઇન્સ બનાવી રહ્યો છે.

આ વખતે તે વીડિયોમાં જોઈ શકાય છે કે એક માણસ પાણીના તળાવમાં ઉભો છે અને અનેક ગલુડિયાઓને એક પછી એક તરવાનું શીખવી રહ્યો છે. માણસ ગલુડિયાઓ પર ખાસ નજર રાખતો હતો અને તેમને બીજી બાજુ જવાથી રોકી રહ્યો હતો. તે જ સમયે, ડોગી પૂલમાં તરવાની મજા માણી રહી છે. વીડિયોમાં પાછળ તમે એક મહિલાને તેને ઉત્સાહ આપતા અને “હા, સારું કામ” કહેતા સાંભળી શકો છો.

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

સોશિયલ મીડિયા પર આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યું છે, “સૌથી સુંદર સ્વિમિંગ લેસન.” આ વીડિયોને અત્યાર સુધીમાં 10 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. આ સાથે જ લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે ઘણા લોકો તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી આ વીડિયો શેર કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું- “હું તેમને પ્રેમ કરું છું.” બીજાએ લખ્યું – આ એક ખૂબ જ સુંદર વીડિયો છે.

આ વીડિયો ટ્વિટર એકાઉન્ટ @hopkinsBRFC21 દ્વારા શેર કરવામાં આવ્યો છે. hopkinsBRFC21 દરરોજ આવા અનેક વીડિયો શેર કરે છે, જે લોકોના રસનું કારણ બને છે. આવી સ્થિતિમાં, આ ટ્વિટર હેન્ડલથી શેર કરાયેલા મોટાભાગના વીડિયો વાયરલ થઈ જાય છે. આ વખતે લોકોને ડોગી સ્વિમિંગ શીખવાનો વીડિયો ગમ્યો.

આ પણ વાંચો –

Lasith Malinga: અનેક રેકોર્ડના માલિક મલિંગાએ તેની એક્શનથી ધ્યાન ખેંચ્યુ અને બાદમાં બોલીંગ વડે બેટ્સમેનોને ધાકમાં રાખ્યા

આ પણ વાંચો –

Bollywood News : નસીરુદ્દીન શાહે ખાન સ્ટાર્સ પર કરી કોમેન્ટ, કહ્યુ મુદ્દાઓ પર બોલવાથી ડરે છે કારણ કે તેમને ખબર છે કે શું ગુમાવવુ પડશે

આ પણ વાંચો –

Gujarat ના સીએમ ભૂપેન્દ્ર પટેલના મંત્રીમંડળના સભ્યોના નામોની અટકળો તેજ, જાણો કોણ કપાશે કોણ ઉમેરાશે

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">