Bollywood News : નસીરુદ્દીન શાહે ખાન સ્ટાર્સ પર કરી કોમેન્ટ, કહ્યુ મુદ્દાઓ પર બોલવાથી ડરે છે કારણ કે તેમને ખબર છે કે શું ગુમાવવુ પડશે

નસીરુદ્દીને કહ્યું કે મુસ્લિમ સમુદાયને ઉદ્યોગમાં ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી. આ ઉદ્યોગમાં અમારું યોગદાન ઘણું નોંધપાત્ર રહ્યું છે. હા, શરૂઆતમાં મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી.

Bollywood News : નસીરુદ્દીન શાહે ખાન સ્ટાર્સ પર કરી કોમેન્ટ, કહ્યુ મુદ્દાઓ પર બોલવાથી ડરે છે કારણ કે તેમને ખબર છે કે શું ગુમાવવુ પડશે
Naseeruddin shah says sharukh aamir and salman have so much to lose by speaking on social issues
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 8:55 AM

નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah) આજકાલ પોતાના નિવેદનોને કારણે હેડલાઇન્સમાં છે. હવે અભિનેતાએ બોલીવુડના ત્રણ ખાન, શાહરૂખ ખાન (Shah Rukh Khan), સલમાન ખાન (Salman Khan) અને આમિર ખાન (Aamir Khan) વિશે નિવેદન આપ્યું છે. નસીરુદ્દીને કહ્યું, ત્રણેય ખાન બોલીવુડ પર રાજ કરી રહ્યા છે. જો કે, તેમણે ત્રણ વિશે એમ પણ કહ્યું કે ત્રણે ખાન સામાજિક મુદ્દાઓ પર વાત કરતા નથી.

તમને જણાવી દઈએ કે નસીરુદ્દીને તાજેતરમાં અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાની ઉજવણી કરતા લોકોની નિંદા કરી હતી. જોકે, શાહરૂખ, આમિર અને સલમાને આ મામલે કોઈ ટિપ્પણી કરી નથી. હવે નસીરુદ્દીને આ અંગે કહ્યું, ‘હા તે લોકો ચિંતિત હશે કારણ કે તેમને આ માટે ઘણો વિરોધ કરવો પડશે. હું તેના માટે બોલી શકતો નથી, પણ હું સમજી શકું છું કે તે આનાથી ઘણું ગુમાવી શકે છે. તેઓ માત્ર વિરોધ કરશે, પણ તેઓ આર્થિક રીતે ઘણું ગુમાવી શકે છે.

નસીરુદ્દીન કહે છે કે અત્યાર સુધી ભારતીય ફિલ્મ ઉદ્યોગમાં કોઈ ધાર્મિક ભેદભાવ અને ઈસ્લામોફોબિયા નથી, પરંતુ હવે સરકાર ફિલ્મ નિર્માતાઓને પ્રો એસ્ટાબ્લિશમેન્ટ ફિલ્મો બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે.

અતીક અને મુખ્તાર અસાંરી નહીં..પણ આ છે યુપીનો સૌથી ધનિક માફિયા ડોન
ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો

એટલું જ નહીં, નસીરુદ્દીને સરકારની તુલના નાઝી જર્મની સાથે પણ કરી. તેમણે કહ્યું, ‘નાઝી જર્મનીમાં આવું થતું હતું. ત્યાં સરકાર ફિલ્મ નિર્માતાઓને નાઝીઓની વિચારધારાનો પ્રચાર કરતી ફિલ્મો બનાવવા માટે કહેતી હતી. હવે મારી પાસે ભારતીય સિનેમા વિશે નક્કર પુરાવા નથી, પરંતુ તમે આ દિવસોમાં જે પ્રકારની ફિલ્મો આવી રહી છે તેના પરથી અનુમાન લગાવી શકો છો.

નસીરુદ્દીને કહ્યું કે મુસ્લિમ સમુદાયને ઉદ્યોગમાં ક્યારેય ભેદભાવનો સામનો કરવો પડ્યો નથી. આ ઉદ્યોગમાં અમારું યોગદાન ઘણું નોંધપાત્ર રહ્યું છે. હા, શરૂઆતમાં મને નામ બદલવાની સલાહ આપવામાં આવી હતી. પરંતુ તે ફરી ક્યારેય બન્યું નથી અને મને ક્યારેય ધર્મ સંબંધિત સમસ્યાઓનો સામનો કરવો પડ્યો નથી. જો કે, આ ઉદ્યોગનો એક જ ભગવાન છે અને તે છે નાણાં. તમારી પાસે જેટલા પૈસા છે, તેટલું તમારું સન્માન થશે.

આ પણ વાંચો –

કોર્ટના એક નિર્ણયે Anil Ambani અને તેમના રોકાણકારોની કિસ્મત પલટી , ટૂંક સમયમાં દેવા મુક્ત થઈ જશે આ કંપની

આ પણ વાંચો –

એમેઝોનના માલિક Jeff Bezosને ઘરડાં નથી થવું! વૃદ્ધત્વને રોકી શકે તેવા રિસર્ચમાં લગાવ્યા પૈસા

આ પણ વાંચો –

Sansad TV Launch: આજે સંસદ ટીવી લોન્ચ કરશે પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદી, લોકસભા-રાજ્યસભા ટીવીનું સ્થાન લેશે આ નવી ચેનલ

Latest News Updates

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Surendranagar : પરસોત્તમ રૂપાલના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Gandhinagar :RTO ઓફિસમાં અરજદારોને ખાવા પડી રહ્યા છે ધક્કા
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Rain : ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં મેઘ મહેર, વલસાડ, ડાંગ, તાપીમાં વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
Chhota Udepur : ઉનાળાની આકરી ગરમી વચ્ચે વરસ્યો વરસાદ
g clip-path="url(#clip0_868_265)">