Lasith Malinga: અનેક રેકોર્ડના માલિક મલિંગાએ તેની એક્શનથી ધ્યાન ખેંચ્યુ અને બાદમાં બોલીંગ વડે બેટ્સમેનોને ધાકમાં રાખ્યા

લસિથ મલિંગા (Lasith Malinga ) પહેલા પોતાની સ્લિંગ એક્શનને કારણે પ્રસિદ્ધિમાં આવ્યો હતો, પણ પછી તેની તીક્ષ્ણ બોલિંગે વિશ્વભરના બેટ્સમેનોને ગભરાટમાં રાખ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2021 | 9:01 AM
શ્રીલંકાના અનુભવી ઝડપી બોલર લસિથ મલિંગા (Lasith Malinga ) એ તમામ પ્રકારના ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.  તેના સચોટ યોર્કર્સ માટે જાણીતા, 38 વર્ષીય મલિંગા 2014 માં T20 વર્લ્ડ કપ જીતનાર શ્રીલંકાની ટીમના કેપ્ટન હતા.  તેણે સોશિયલ મીડિયા પર નિવૃત્તિ લેવાનો નિર્ણય જાહેર કર્યો.  મલિંગાએ આ વર્ષે જાન્યુઆરીમાં ટેસ્ટ અને વન-ડે ક્રિકેટને અલવિદા કહી દીધું હતું, પરંતુ પોતાને T20 આંતરરાષ્ટ્રીય માટે ઉપલબ્ધ કરાવ્યો હતો. ગયા વર્ષે મલિંગાએ T20 વર્લ્ડ કપમાં શ્રીલંકાનું નેતૃત્વ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.  મલિંગાએ 122 IPL મેચોમાં 170 વિકેટ લીધી હતી. જે આ લીગમાં કોઈ બોલરનું શ્રેષ્ઠ પ્રદર્શન છે.  તેનું વ્યક્તિગત શ્રેષ્ઠ પ્રદર્શન 13 રનમાં પાંચ વિકેટ હતું.  મલિંગાએ 84 T20 આંતરરાષ્ટ્રીયમાં 107 વિકેટ, 226 વન ડેમાં 338 વિકેટ અને 30 ટેસ્ટમાં 101 વિકેટ લીધી હતી.  પરંતુ આ આંકડાઓ સિવાય, મલિંગાએ તેની કારકિર્દીમાં ઘણી આશ્ચર્યજનક વસ્તુઓ કરી હતી. એક ગરીબ પરિવાર થી આવેલો અને સૌથી સફળ ક્રિકેટરમાં તે સામેલ થયો હતો.

1 / 7
મલિંગાનો જન્મ ગોલ થી 12 કિમી દૂર રથગામામાં એક સામાન્ય પરિવારમાં થયો હતો.  પિતા ગોલના બસ ડેપોમાં કામ કરતા હતા. બાળપણમાં જ્યારે મલિંગા ટેનિસ બોલથી દરિયા કિનારે ક્રિકેટ રમતો હતો, ત્યારે તેની બોલિંગ એક્શન ખૂબ જ વિચિત્ર હતી.  પરંતુ, આ એકશનને કારણે તેને એક અલગ ઓળખ પણ મળી.

2 / 7
લસિથ મલિંગા આંતરરાષ્ટ્રીય T20 મેચોમાં પ્રથમ 100 વિકેટ લેનાર પ્રથમ બોલર છે.તે 107 વિકેટ સાથે આ ફોર્મેટમાં સૌથી વધુ વિકેટ લેનાર પણ છે.  જો T20 ક્રિકેટની વાત કરીએ તો સૌથી વધુ વિકેટ લેવામાં મલિંગા ચોથા સ્થાને છે.  તેની પાસે 295 મેચમાં 390 વિકેટ છે.  ડ્વેન બ્રાવો (540), ઇમરાન તાહિર (420) અને સુનીલ નારાયણ (411) આ મામલામાં તેમની આગળ છે.

3 / 7
લસિથ મલિંગા એકમાત્ર બોલર છે જેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત બે વખત ચાર વિકેટ લીધી છે.  તેણે એક વખત વનડે અને એક વખત T20 ક્રિકેટમાં આવુ પરાક્રમ કર્યુ હતુ.  લસિથ મલિંગાએ 2007 ના વર્લ્ડકપમાં દક્ષિણ આફ્રિકા સામે ચાર બોલમાં ચાર વિકેટ લીધી હતી.  પછી 2019 માં, તેણે ન્યૂઝીલેન્ડ સામેની T20 મેચમાં આ પરાક્રમનું પુનરાવર્તન કર્યું.

4 / 7
લસિથ મલિંગા એકમાત્ર બોલર છે જેણે આંતરરાષ્ટ્રીય મેચોમાં પાંચ વખત હેટ્રિક લીધી છે.  આમાંથી ત્રણ વખત વનડેમાં અને બે વખત T20 ક્રિકેટમાં હેટ્રિક ઝડપી છે.  તેણે આશ્ચર્યજનક રીતે દક્ષિણ આફ્રિકા, કેન્યા અને ઓસ્ટ્રેલિયા સામે વનડે માં આ કમાલ કર્યો હતો.  દરમ્યાન T20 ક્રિકેટમાં, તેણે બાંગ્લાદેશ અને ન્યૂઝીલેન્ડ સામે સતત ત્રણ બોલમાં ત્રણ બેટ્સમેનો રમ્યા.  તેની પાંચમાંથી બે હેટ્રિક વર્લ્ડ કપમાં બની છે અને તે આવું કરનાર એકમાત્ર બોલર છે.

5 / 7
બોલિંગમાં તેમજ કેપ્ટનશિપમાં પણ લસિથ મલિંગા પાછળ નથી.  તે વર્લ્ડ કપ વિજેતા કેપ્ટન છે.  તેણે શ્રીલંકા માટે 2014 નું વર્લ્ડ T20 ટાઇટલ જીત્યું હતું.  તેણે ફાઇનલમાં ભારત સામે શાનદાર પ્રદર્શન કર્યું અને શ્રીલંકાને પ્રથમ વખત T20 ક્રિકેટનું સૌથી મોટું ટાઇટલ અપાવ્યું.

6 / 7
લસિથ મલિંગા 11 સીઝન સુધી મુંબઈ ઈન્ડીયન્સ સાથે રહ્યો હતો. તે 2009 માં આ ટીમ સાથે જોડાયો હતો અને 2019 સુધી રમ્યો હતો.  જોકે તે 2020 ની સિઝનમાં પણ મુંબઈ ઈન્ડીયન્સનો ભાગ હતો, પરંતુ બાદમાં તેણે પિતાની માંદગીને કારણે પોતાનુ નામ પરત ખેંચી લીધુ  હતુ.  લસિથ મલિંગા ચાર વખત IPL જીતનાર ટીમનો સભ્ય હતો.  આ દરમિયાન, મુંબઇ એ મલિંગાની શાનદાર રમતના આધારે 2019 નું ટાઇટલ જીત્યું.  ત્યારે ફાઇનલમાં છેલ્લા બોલમાં તેણે ચેન્નાઇ સુપર કિંગ્સના શાર્દુલ ઠાકુરને આઉટ કર્યો અને મુંબઇ ઇન્ડીયન્સને એક રનથી વિજેતા બનાવ્યુ હતુ.  IPL માં સૌથી વધુ વિકેટ લેવાનો રેકોર્ડ મલિંગાના નામે છે.  તેણે IPL ની 170 વિકેટ લીધી છે.

7 / 7

Latest News Updates

Follow Us:
પરશોત્તમ રૂપાલા ક્ષત્રિયોના આસ્થાના ધામ ગધેથડ જઈ માગી શકે છે ક્ષમા

હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને કચ્છના આ વિસ્તારોમાં કરી હીટવેવની આગાહી

વાંકાનેરમાં પ્રેમમાં પાગલ 16 વર્ષીય સગીરાની પરિવારજનોએ કરી હત્યા

કારની બ્રેક લાઇટમાં સંતાડ્યો દારૂ, 2ની ધરપકડ

રસ્તા પર ચાલુ બાઈકે સ્ટંટ કરવો પડયો ભારે, પોલીસે કરી કડક કાર્યવાહી

મુરલી મનોહર મંદિરના વિવાદનો અંત, વહીવટ મહંત રવિદાસ બાપુને સોંપાયો

ગરમીએ તોડ્યો રેકોર્ડ, રાજકોટમાં 44 લોકોને હીટવેવની અસર, જુઓ Video

Rajkot : કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રુપાલાની સુરક્ષા વધારાઇ

મતદારો માટે ચૂંટણી પંચનું માઈક્રો પ્લાનિંગ, મતદાન માટે કરાઈ ખાસ સુવિધા

Surendranagar : પરસોત્તમ રૂપાલાના નિવેદનથી ક્ષત્રિય સમાજમાં રોષ

g clip-path="url(#clip0_868_265)">