AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ahmedabad : સાબરમતી વિસ્તારમાં ભૂતકાળમાં થયેલા અકસ્માતનો ખાર રાખી યુવકનું કર્યુ અપહરણ, જાણો શું હતી સમગ્ર ઘટના

આ વિસ્તારમાં એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. જોકે પરિવારજનોને અગાઉથી જ યુવકનું અપહરણ શા માટે અને કોને કર્યું તેની શંકા હતી. જેથી પરિવારજનોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરતા સાબરમતી પોલીસે સીસીટીવી અને અન્ય જાણકારીને આધારે યુવકને છોડાવી લીધો હતો.

Ahmedabad : સાબરમતી વિસ્તારમાં ભૂતકાળમાં થયેલા અકસ્માતનો ખાર રાખી યુવકનું કર્યુ અપહરણ, જાણો શું હતી સમગ્ર ઘટના
Ahmedabad
Harin Matravadia
| Edited By: | Updated on: Nov 24, 2024 | 1:16 PM
Share

અમદવાદના સાબરમતી પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક અનોખો કિસ્સો સામે આવ્યો છે. આ વિસ્તારમાં એક યુવકનું અપહરણ થયું હોવાની ઘટના બની હતી. જોકે પરિવારજનોને અગાઉથી જ યુવકનું અપહરણ શા માટે અને કોને કર્યું તેની શંકા હતી. જેથી પરિવારજનોએ પોલીસને સમગ્ર મામલાની જાણ કરતા સાબરમતી પોલીસે સીસીટીવી અને અન્ય જાણકારીને આધારે યુવકને છોડાવી લીધો હતો.

સાબરમતી વિસ્તારમાંથી યુવકનું થયુ હતુ અપહરણ

સમગ્ર ઘટનાની વાત કરીએ તો મોહિત ઠાકોર નામના યુવકનું ગુરુનાર રાત્રે કેટલાક શખ્સોએ સાબરમતી વિસ્તારમાં આવેલા પાવર હાઉસ નજીકથી અપહરણ કર્યું હતુ.પરિવારને સમગ્ર ઘટનાની જાણ થતા જ પરિવારજનો દ્વારા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી હતી.

આ સાથે જ જ્યારે અપરણ થયુ ત્યારે 1 લાખ આપી યુવકને છોડાવી જજો તેવી જાણ કરવામાં આવી હતી. જેથી યુવકના પરિવારના સભ્યો પોલીસમાં સમગ્ર ઘટના અંગે જાણ કરી હતી. સાબરમતી પોલીસની ટીમે માત્ર 2 કલાકમાં આરોપીને શોધી ભોગ બનનારને મુક્ત કરાવ્યો હતો. તેમજ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસને આરોપીઓને 2 કલાકમાં જ ઝડપ્યા

પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે ભોગ બનનાર અને પકડાયેલા આરોપીઓ રાહુલ ઠાકોર, સંજય ઠાકોર, જીગર ઠાકોર અને રાકેશ ઠાકોર પરિચિત હતા. બે વર્ષ પહેલાં મોહિત અને આરોપીના સ્વજન વચ્ચે એક અકસ્માત થયો હતો. જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જે મામલે કોર્ટ કેસ પણ ચાલતો અને વીમો ક્લેઇમ પણ કર્યો હતો. જે કેસમાં વળતર મામલે તકરાર ચાલતી હતી. તેમજ આરોપી પણ જાણતા કે મોહિત ક્યાં રહે છે અને તે ડ્રાઈવિંગનો વ્યવસાય કરે છે. જેથી આરોપી પરિચિત હોવાથી સાબરમતી પાવર હાઉસ પાસેથી તેનું અપહરણ કરી લીધું.

જોકે પોલીસ સામે આરોપીઓનો પ્લાન બહુ સમય ન ચાલ્યો અને પરિવાર પાસેથી મળેલી વિગત, ઘટના સ્થળ પાસેના cctv અને મોબાઈલ લોકેશન પરથી તેઓ ઝડપાઇ ગયા અને ગુનાનો ભેદ ઉકેલાઈ ગયો. મોહિત હેમખેમ પરત ફરતા પરિવાર અને પોલીસે રાહતનો શ્વાસ પણ લીધો. હાલ પોલીસ તપાસ કરી રહી છે કે આ અપહરણની ઘટનામાં અન્ય કોઈ સંડોવાયેલુ છે કે કેમ અને અકસ્માતને લઈને જ અપહરણ કરવામાં આવ્યું કે અન્ય કોઈ કારણ છે તેની પણ તપાસ હાથ ધરી છે.

સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
ગામમાં પિધેલો ઝડપાશે તેની સામે પોલીસ કાર્યવાહી અને પંચાયતની સુવિધા બંધ
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
આ રાશિના જાતકોનો દિવસ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે, જુઓ Video
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
AMC દ્વારા 35 શાળાઓને સીલ કરવાનો મામલો, પ્રિ-સ્કૂલ એસોસિએશન નારાજ
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
ડંકી રૂટથી વિદેશ જવા ઈચ્છતો મહેસાણાનો પરિવાર લિબિયામાં બન્યો બંધક
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
દાહોદના જંગલ બાદ હવે છોટા ઉદેપુરના જંગલમાં જોવા મળ્યો વાઘ
g clip-path="url(#clip0_868_265)">