PGP 2024 : સંજય ગોરડીયાએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર બોલાવી હાસ્યની રમઝટ, લોકોને પેટ પકડીને હસાવ્યા, જુઓ વીડિયો
પ્રવાસી ગુજરાતી પર્વ 2024ના મંચ પરથી ગુજરાતી નાટક અને ફિલ્મના હાસ્ય કલાકાર તેમજ નિર્માતા સંજય ગોરડીયાએ હાસ્યની રમજટ બોલાવી હતી. તેમણે કહ્યુ કે, ગુજરાતના ગીફ્ટ સીટીમાંથી દારુ બંધી હટાવી તો આટલો ઉહાપોહ છે, જો ગુજરાતમાંથી હટશે તો શું થશે.
TV9 નેટવર્ક અને એસોસિએશન ઓફ ઇન્ડિયન અમેરિકન્સ ઈન નોર્થ અમેરિકા (AIANA) દ્વારા આયોજિત પ્રવાસી ગુજરાતી પર્વમાં દેશ અને દુનિયાની અનેક નામાંકિત હસ્તીઓ ભાગ લઈ રહી છે. આજે વિશ્વભરમાં ફેલાયેલા દિગ્ગજ ગુજરાતીઓ એક જ છત નીચે એક મંચ પર જોવા મળ્યા છે. અમદાવાદમાં આજે પ્રવાસી ગુજરાતી પર્વનું આયોજન કરવામાં આવ્યુ છે, જેમાં વિશ્વના 40 દેશમાંથી મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે.
આ પણ વાંચો : PGP 2024 : શેમારૂના કેતન મારૂએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર કર્યો ખુલાસો, કેવી રીતે પડ્યું કંપનીનું નામ
પ્રવાસી ગુજરાતી પર્વના બીજા સેશનમાં ગુજરાતી નાટક અને ફિલ્મના હાસ્ય કલાકાર તેમજ નિર્માતા સંજય ગોરડીયાએ પ્રવાસી ગુજરાતી પર્વના મંચ પર હાસ્યની રમઝટ બોલાવી હતી. તેમણે કહ્યુ કે, ગુજરાતના ગીફ્ટ સીટીમાંથી દારુ બંધી હટાવી તો આટલો ઉહાપોહ છે, જો ગુજરાતમાંથી હટશે તો શું થશે. વોડકામાં ગાંઠીયા નાખીને ખાસે. કોમેડિયને પ્રવાસી ગુજરાતીના પ્રસંગે પોતાની કોમેડીથી લોકોને પેટ પકડીને હસાવ્યા હતા.