તમારા બાળકના ઉચ્ચ શિક્ષણ (STUDY) માટે તમે જો એમ વિચારતા હોવ, કે એજ્યુકેશન લોન (EDUCATION LOAN)નો વ્યાજદર (INTEREST RATE) સસ્તો હોય છે, તો તમારે એક વખત વિચાર કરવાની જરૂર છે. એજ્યુકેશન લોનનું વ્યાજ ઘણી બાબતો પર નિર્ભર કરે છે. જેમ કે કેટલી રકમની લોન લેવામાં આવી રહી છે. શિક્ષણ સંસ્થાનની પ્રતિષ્ઠા કેવી છે. અને જે કોર્સ માટે લોન લઇ રહ્યા છો તેમાં નોકરી મળવાની સંભાવના કેટલી છે. ઉદાહરણ તરીકે એન્જિનિયરિંગ માટે જાણીતી IITમાં અભ્યાસ માટે એજ્યુકેશન લોનનો વ્યાજ દર સૌથી ઓછો હશે. જ્યારે NITમાં એ જ લોન માટે વ્યાજ દર વધારે હશે. સામાન્ય કોલેજમાં અભ્યાસ માટે બની શકે કે બેંક લોન ન પણ આપે.
એજ્યુકેશન લોન સ્ટુડન્ટના નામે હોય છે. પરંતુ તેમાં ગેરન્ટરની જરૂર પડે છે. જે સામાન્ય રીતે વિદ્યાર્થીના માતા-પિતા હોય છે. આ લોન કોઇપણ જાતની સિક્યોરિટી વિના આપવામાં આવે છે. પરંતુ સિક્યોરિટી વિના લોન ત્યારે જ મળે છે જ્યારે લોન લેનારની લોન ચૂકવવાની ક્ષમતા ઘણી સારી હોય. આવા સંજોગોમાં બેંકને લાગે છે કે લોન લેનારો વિદ્યાર્થી ડિફોલ્ટ થઇ પણ જાય તો તેમના વાલી લોન ચૂકવી દેશે અથવા તો બેંક તેમની પાસેથી વસૂલી કરી શકશે. આવી સ્થિતિમાં જ સિક્યોરિટી વગર લોન અપ્રુવ થાય છે.
જો કે 7.5 લાખ રૂપિયાથી ઓછી લોન સિક્યોરિટી વિના મળી શકે છે પરંતુ તેનાથી વધારે લોનમાં બેંક સિક્યોરિટી તરીકે પ્રોપર્ટી, એફડી, જીવન વીમો, ગોલ્ડ બોન્ડ વગેરે પેપર ગિરવે રાખે છે. સિક્યોરિટીના રેશિયોમાં લોનની રકમ નક્કી થાય છે.
આ પણ જુઓ
આ પણ જુઓ