Maharashtra Delta Plus Variant: મહારાષ્ટ્ર પર ફરીએકવાર લોકડાઉનનો ખતરો, 7 જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનાં કેસથી ચિંતા વધી

Maharastra Delta Plus Variant: મહારાષ્ટ્રના 7 જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ(Delta Plus Variant)નાં કેસ પહોંચી જતા બે માસ બાદ અનલોક થયેલા મહારાષ્ટ્ર પર ફરી એકવાર લોકડાઉન લાગવાનો ખતરો

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 25, 2021 | 6:42 PM

Maharashtra Delta Plus Variant: દેશભરમાં ડેલ્ટા બાદ ડેલ્ટા પ્લસના કેસ સામે આવવા લાગતા હાહાકાર મચી ગયોછે. સૌથી વધુ કેસ મહારાષ્ટ્ર(Maharashtra)માંથી સામે આવ્યા છે. મહારાષ્ટ્રના 7 જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટ(Delta Plus Variant)નાં કેસ પહોંચી જતા બે માસ બાદ અનલોક થયેલા મહારાષ્ટ્ર પર ફરી એકવાર લોકડાઉન લાગવાનો ખતરો તોળાઈ રહ્યો છે.

જો મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના કેસ વધશે તો મહારાષ્ટ્ર સરકારે ફરી એકવાર રાજ્યમાં પ્રતિબંધ લગાવવા મજબૂર થવું પડી શકે છે. કેમ કે, મહારાષ્ટ્રના 7 જિલ્લામાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટે દસ્તક આપી દીધી છે જેને લઈને સરકારની ચિંતા વધી ગઈ છે.

કોરોનાના નવા રૂપને રોકવા કેબિનેટની બેઠક પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં પૂરા રાજ્યમાં ફરી એકવાર લોકડાઉન લગાવવાની ચર્ચા થઈ હતી. જો હાલાત આવા જ રહ્યા તો ફરી એકવાર પહેલા જેવા પ્રતિબંધ લગાવવાની જાહેરાત થઈ શકે છે.

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી સંક્રમિત એક 80 વર્ષના વૃદ્ધનું મોત નિપજ્યું છે. રાજ્યમાં કુલ 21 દર્દી ડેલ્ટા વેરિએન્ટથી સંક્રમિત છે. મહારાષ્ટ્રના સ્વાસ્થ્ય મંત્રી રાજેશ ટોપેએ જાલનામાં મીડિયા સાથે વાતચીતમાં આ દાવો કર્યો છે. ડેલ્ટા પ્લસ વેરિએન્ટથી આ બીજું મોત થયું છે, જેમાંથી મહારાષ્ટ્રમાં આ પહેલું મોત છે

દેશના 11 રાજ્યોમાં ડેલ્ટા પ્લ્સ વેરિએન્ટના 48 કેસ સામે આવ્યા જેમાં મહારાષ્ટ્રમાં સૌથી વધારે 20 કેસ નોંધાયા તો તામિલનાડુમાં 9 અને મધ્યપ્રદેશમાં 7 ડેલ્ટા પ્લ્સ વેરિએન્ટના કેસ નોંધાયા. આરોગ્ય મંત્રાલયે કહ્યું કે કોવિશીલ્ડ અને કૉ-વૅક્સીન બંને નવા વેરિએન્ટ પર પણ પ્રભાવી છે.

ગુજરાતમાં વડોદરા, સુરતમાં ડેલ્ટા પ્લસના એક-એક દર્દી મળ્યાં. જો કે ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના બંને દર્દી સાજા થઈ ગયા છે. સુરતના કેસમાં લોકલ વ્યક્તિ છે તો વડોદરામાં આવેલો કેસવાળો વ્યક્તિ અન્ય રાજ્યમાંથી આવ્યો હતો.

દેશમાં એક તરફ કેસ ઘટતા બીજી લહેરનો અંત આવી ગયો છે, તેવી આશા હતી, કેસ અને મૃત્યુઆંક ઘટી રહ્યો હતો, જેની વચ્ચે કોરોનાના નવા વર્ઝન ડેલ્ટા પ્લસ વેરિયન્ટે ચિંતા વધારી છે. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પંજાબ અને મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસે ચિંતા વધારી છે.

સ્વાસ્થ્ય મંત્રાલયે જાણકારી આપી કે અત્યાર સુધીમાં ભારતના 18 જિલ્લામાં કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના 48 કેસ સામે આવી ગયા છે. કોરોના ડેલ્ટા પ્લસ વેરિએન્ટના સૌથી વધુ કેસ મહારાષ્ટ્રમાં છે. અહીં અત્યાર સુધીમાં 20 કેસ સામે આવ્યા છે. જ્યારે મધ્યપ્રદેશમાં 7, પંજાબ-ગુજરાતમાં 2-2, કેરળમાં ત્રણ, આંધ્રપ્રદેશમાં એક, તમિલનાડુમાં 9, ઓરિસ્સા, રાજસ્થાન,જમ્મુ કાશ્મીર અને કર્ણાટકમાં એક-એક કેસ સામે આવ્યા છે.

કયા રાજ્યમાં કેટલા કેસ

મહારાષ્ટ્ર 
————————————-
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસના અત્યાર સુધીમાં 21 કેસ
રત્નાગીરીમાં 80 વર્ષના શખ્સનું ડેલ્ટા પ્લસથી મોત
મહારાષ્ટ્રના 7 જિલ્લામાં ડેલ્ટા પ્લસના કેસ સામે આવ્યા
રાજ્ય સરકારે ગઇકાલે કેબિનેટ બેઠકમાં આ મુદ્દે કરી હતી ચર્ચા
બેઠકમાં કોરોનાના નવા વર્ઝનને લઇને લૉકડાઉન પર વિચાર
આ જ સ્થિતિ રહેશે તો કડક પ્રતિબંધો પણ લાગુ કરી શકે સરકાર

મધ્યપ્રદેશ 
————————————-
મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટના 7 કેસ
અત્યાર સુધીમાં 2 વ્યક્તિઓના મોતની પુષ્ટી
ડોક્ટરોએ દાવો કર્યો કે મૃતક બંનેએ નહોતી લીધી રસી
ત્રણ દર્દીઓએ રસી લીધી હોવાથી થયા સ્વસ્થ

તમિલનાડુ 
————————————-
તમિલનાડુમાં ડેલ્ટા પ્લસના કુલ 9 કેસ જોવા મળ્યા
32 વર્ષની ચેન્નાઈની નર્સમાં જોવા મળ્યા લક્ષણ
નર્સમાં લક્ષણ જોવા મળતા અન્ય 4 નર્સના સેમ્પલ લેવાયા

કેરળ 
————————————-
કેરળમાં પણ ડેલ્ટા પ્લસના કુલ 3 કેસ સામે આવ્યા
રાજ્યના પલક્કડ અને પતનમતિટ્ટામાં નવા કેસ આવ્યા

કર્ણાટક 
————————————-
રાજ્યમાં ત્રણ દર્દીઓના સેમ્પલ લેવાયા, 2 પોઝિટિવ
બેંગાલુરૂના નેશનલ સેંટર ફોર બાયોલોજિકલે તપાસ કરી

પંજાબ 
————————————-
પંજાબમાં બીજી લહેર વચ્ચે ડેલ્ટા પ્લસની એન્ટ્રી
સંપર્કમાં આવેલા લોકોના પણ સેમ્પલ લેવાયા

ઉત્તરપ્રદેશ 
————————————-
ઉત્તરપ્રદેશ સરકાર પણ ડેલ્ટા પ્લસથી ચિંતિત
યોગી સરકારે વિશેષ સતર્કતા અને સાવધાનીના આપ્યા આદેશ
વધુમાં વધુ સેમ્પલ લઇ તપાસ કરવાના આપ્યા આદેશ
રેલવે, બસ, વિમાનથી આવતા પ્રવાસીઓના સેમ્પલ લેવાયા

વિશ્વની સ્થિતિ શું ? 
————————————-
WHOનો દાવો છે કે 85 દેશમાં જોવા મળ્યો ડેલ્ટા પ્લસ વેરિયન્ટ
વિશ્વમાં ડેલ્ટા પ્લસના કેસમાં અમેરિકા બાદ ભારત બીજા નંબરે
ડેલ્ટા પ્લસના અમેરિકામાં 83 કેસ અને ભારતમાં 40 કેસ નોંધાયા

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">