Himachal : પૂર અને વરસાદને કારણે હિમાચલમાં તબાહી!  60થી વધુ લોકોના મોત, એલર્ટ જાહેર, જુઓ VIDEO

Himachal : પૂર અને વરસાદને કારણે હિમાચલમાં તબાહી! 60થી વધુ લોકોના મોત, એલર્ટ જાહેર, જુઓ VIDEO

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 16, 2023 | 12:08 PM

હિમાચલ પ્રદેશ હાલમાં આપત્તિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. 60 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો લાપતા છે. કારણ કે ખતરો ટળ્યો નથી. પરિસ્થિતિને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

હિમાચલ પ્રદેશમાં અતિભારે વરસાદને પગલે તબાહીનો મંજર સર્જાયો છે ભારે વરસાદ અને ભૂસ્ખલનને પગલે મૃત્યુઆંકમાં સતત વધારો થઈ રહ્યો છે. હિમાચલમાં અત્યાર સુધી કુલ 60 લોકોના મોતની પુષ્ટિ થઈ છે. મંડિ જિલ્લામાં 20 અને શિમલામાં 22 લોકોના મોત થયા છે તેમજ સોલનમાં 10 અને સિરમૌર જિલ્લામાં 4 લોકોના મોત થયા હોવાની માહિતી મળી રહી છે. તે સાથે શિમલા અને સોલનમાં હજુ પણ 10 લોકો દટાયાની આશંકા છે.

હિમાચલ પ્રદેશના મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખાના જણાવ્યા અનુસાર, હિમાચલ પ્રદેશ હાલમાં આપત્તિના સમયગાળામાંથી પસાર થઈ રહ્યું છે. 60 લોકોના મોત થયા છે, જ્યારે બે લોકો ગુમ છે. કારણ કે ખતરો ટળ્યો નથી. પરિસ્થિતિને જોતા તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જણાવી દઈએ કે રવિવારથી ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં વરસાદ પડી રહ્યો છે. આ રાજ્યોમાંથી હિમાચલ પ્રદેશ વધુ પ્રભાવિત છે અને ઘણી જગ્યાએ લેન્ડ સ્લાઈડની ઘટનાઓ બની છે.

સ્થિતિને જોતા SDRF અને NDRFની ટીમોને એલર્ટ કરી દેવામાં આવી છે. દરમિયાન, મંગળવારે મોડી સાંજે, હવામાન વિભાગે એક ચેતવણી જાહેર કરીને જણાવ્યું હતું કે હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડમાં એક ટ્રફ અને લો પ્રેશર વિસ્તાર બની રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ભારે વરસાદનો સમયગાળો શરૂ થઈ શકે છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ આ સ્થિતિ ધીમે ધીમે દક્ષિણ તરફ આગળ વધી રહી છે. જેના કારણે હિમાલયની તળેટીના વિસ્તારો પ્રભાવિત થઈ શકે છે.

આ પણ વાંચો: Punjab Rain Alert: પંજાબમાં 30 ગામ ડૂબ્યા, હોશિયારપુર અને રૂપનગરમાં પૂરની તબાહીના સંકેત

g clip-path="url(#clip0_868_265)">