મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

મોરબીમાં યુવકની હત્યા કરી આરોપી ફરાર, પોલીસે હાથ ધરી તપાસ, જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2024 | 4:18 PM

મોરબીમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત છે. મોરબીના વેજીટેબલ રોડ પર યુવાનની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઈરફાન નામના શખ્સે બે યુવાનો પર હુમલો કર્યો હતો. હુમલામાં શામજી ચાવડાનું મોત નિપજ્યું છે.

મોરબીમાં અસામાજિક તત્વોનો ત્રાસ યથાવત છે. મોરબીના વેજીટેબલ રોડ પર યુવાનની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. ઈરફાન નામના શખ્સે બે યુવાનો પર હુમલો કર્યો હતો. હુમલામાં શામજી ચાવડાનું મોત નિપજ્યું છે. શામજી ચાવડા અને જગદીશ બારોટ પર હુમલો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત થતી વિગતો અનુસાર નજીવી બાબતે હત્યા થઈ હોવાની આશંકા છે. આરોપીઓ હત્યા કરીને ફરાર થઈ ગયા છે. જ્યારે પોલીસે તપાસ હાથ ધરી છે.

છોટાઉદેપુરમાં પણ થઈ હતી યુવકની હત્યા

બીજી તરફ છોટાઉદેપુરના પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા થઈ હોવાની ઘટના બની હતી. ક્વાંટના પીપલદી ગામે પૂર્વ સાંસદ રામસિંહ રાઠવાના ભત્રીજાની હત્યા ઘટના બનતા આસપાસના વિસ્તારોમાં ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. ગામના જ 2 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

g clip-path="url(#clip0_868_265)">