ભરૂચનો આ વિડીયો જોઈ તમને ઝટકો લાગશે !!! બાળકને શાળાએ મોકલી રહ્યા છીએ કે મોતના મુખમાં ?

વાઇરલ વિડીયો ભરૂચ - જંબુસરના અતિવ્યસ્ત માર્ગનો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્કૂલવાનમાં 5 બાળકોને વાનના પાછળના હિસ્સામાં બેસાડવામાં આવ્યા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2022 | 7:09 PM

ભરૂચ(Bharuch)માં એક વાઇરલ વીડિયોએ વાલીઓની ઊંઘ હરામ કરી નાખી છે. બાળક શાળામાં મુશ્કેલીઓ વિના જઈ શકે તે માટે વાલીઓ દ્વારા સ્કૂલ વનમાં બાળકોને મોકલવામાં આવતા હોય છે. ઘરના આંગણામાંથી આરામદાયક બેઠક સાથે રવાના થતા બાળકને જોઈ વળી હરખાતા હોય છે પણ માર્ગમાં બાળકને કઈ  પરિસ્થિતિમાં બેસાડવામાં આવે છે તે જોવાની તસ્દી લેવામાંઆવતી નથી. ઘેટાં – બકરાની જેમ ભરીને લઈ જવાતા બાળકોનો જોખમી મુસાફરીનો વિડીયો વાઇરલ થયો છે. આ વીડિયોમાં 5 બાળકોના જીવ જોખમમાં મુકાયા હોવાનું સ્પષ્ટ નજરે પડી રહ્યું છે. બાળકો સ્કૂલવેનમાં લટકી રહ્યા છે.

વાઇરલ વિડીયો ભરૂચ – જંબુસરના અતિવ્યસ્ત માર્ગનો હોવાનું જાણવા મળી રહ્યું છે. સ્કૂલવાનમાં 5 બાળકોને વાનના પાછળના હિસ્સામાં બેસાડવામાં આવ્યા છે. જગ્યા એટલી ઓછી છે કે બાળકો લટકી રહ્યા છે. પકડ રાખવા માટે એક માત્ર સળીયો છે જેના ઉપર તે લટકી રહયા છે. અચાનક બ્રેક લાગે અથવા ખાડો આવે તો બાળક વાનમાંથી પટકાઈ શકે છે. આ જોખમી મુસાફરીની વાન ચાલકને કોઈ ચિંતા નથી. તેને માત્ર તેની કમાણીમાં રસ હોય તેમ લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે ભરૂચમાં દરરોજ મોટી સંખ્યામાં બાળકો સ્કૂલ બસ અને સ્કૂલ વાન દ્વારા શાળાએ જતા હોય છે. આરટીઓ વિભાગ દ્વારા સ્કૂલ વાન અને સ્કૂલ બસ માટે ચોક્કસ અને કડક નિયમો પણ બનાવાયા છે પરંતુ  કડકાઈથી તપાસ થતી ન હોવાથી વાન સંચાલકો આ નિયમોના પાલનમાં અખાડા કરે છે.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">