અંબાજીથી દર્શન કરી પરત ફરી રહેલા પરિવારની કારને ખેડબ્રહ્મા નજીક અકસ્માત નડ્યો, એક મહિલાનું મોત
અંબાજીથી ખેડબ્રહ્મા માર્ગ પર સૂકા આંબા ગામ નજીક કારને અકસ્માત સર્જાયો હતો. યાત્રાધામ અંબાજી દર્શન કરીને પરત ફરી રહેલા નર્મદાના નાંદોલ તાલુકાના પરિવારને અકસ્માત નડતા કારમાં સવાર મહિલાનું ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. ઘટનામાં બે લોકોને ઇજાઓ પહોંચી હતી.
શક્તિપીઠ અંબાજીથી દર્શન કરીને પરત ફરી રહેલા પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. ખેરોજ પોલીસ મથકની હદ વિસ્તારમાં એક કાર રોડ સાઈડની લોખંડની પ્રોટેક્શન રેલિંગને ટકરાઈ હતી. કારનો અકસ્માત સર્જાવાને લઈ કારમાં સવાર મહિલાનું મોત નિપજ્યુ હતુ. જ્યારે કારમાં સવાર અન્ય બે મુસાફરોને ઇજાઓ પહોંચી હતી. પરિવાર નર્મદા જિલ્લાના નાંદોલ તાલુકાના પ્રતાપનગરનો હતો.
આ પણ વાંચો: લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી
ખેડબ્રહ્મા અંબાજી સ્ટેટ હાઇવે પર દાણ મહુડી ગામ નજીક આ કાર અકસ્માત સર્જાયો હતો. ઘટનાને પગલે સ્થાનિક 108 અને ખેરોજ પોલીસ સ્થળ પર દોડી આવી હતી. જોકે 55 વર્ષીય મહિલા અમિતાબેન પરેશભાઈ દોશીનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય બે ગંભીર ઇજાગ્રસ્તોને ખેડબ્રહ્માં સિવિલમાં ખસેડાયા હતા. કારના ચાલકે સ્ટીયરિંગ પરથી કાબૂ ગુમાવવાને લઈ અકસ્માત સર્જાયો હોવાનું પ્રાથમિક કારણ માનવામાં આવી રહ્યું છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સાયકલની આડમાં દારૂની હેરાફેરીનો પર્દાફાશ, 2 આરોપીની કરી ધરપકડ

DRM ઓફિસ પર CBIની રેડ, લાંચમાં 400 ગ્રામ સોનું માગ્યાનો થયો ખુલાસો

મધ્યપ્રદેશના 1 વર્ષના બાળકની અન્નનળીમાં શિંગોડાની છાલ ફસાઈ

સુરતના ઉમરખડી નજીક સર્જાયો ગમખ્વાર અકસ્માત, 4 લોકોના મોત, 16 ઈજાગ્રસ્ત
