લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી ‘વિશેષ’ જવાબદારી

લક્ષદ્વીપ હાલમાં ખૂજ ચર્ચામાં છે. આ દરમિયાન લક્ષદ્વીપ અને દીવ દમણના પ્રશાસક પ્રફુલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલને હિંમતનગરમાં શૈક્ષણિક સંસ્થાઓના વિકાસ માટે નવી જવાબદારી મળી છે. આ માટે યુવા ચહેરા તરીકે સ્થાનિક યુવાનોમાં છવાયેલા ચહેરો હોવાને લઈ તેઓની પર પસંદગી ઉતારવામાં આવી છે. જેનાથી શિક્ષણ ક્ષેત્રે સ્થાનિક ધોરણે વિકાસ સાધી શકાશે.

લક્ષદ્વીપ પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પટેલને શૈક્ષણિક ક્ષેત્રે મળી 'વિશેષ' જવાબદારી
સિદ્ધાર્થ પટેલને મળી જવાબદારી
Follow Us:
| Updated on: Feb 05, 2024 | 8:41 AM

લક્ષદ્વીપના પ્રશાસક પુત્ર સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલને હિંમતનગરમાં મહત્વની જવાબદારી કેળવણી મંડળના ટ્રસ્ટી મંડળ દ્વારા સોંપવામાં આવી છે. સ્થાનિક યુવાનોમાં છવાયેલા ચહેરા અને તરીકે અને શિક્ષણ માટે આગવી સૂઝબૂઝ ધરાવતા યુવાન તરીકે તેમની પસંદગી કરીને તેઓને વિશેષ જવાબદારી સોંપવાનો નિર્ણય કરાયો છે. આમ હવે સિદ્ધાર્થ પટેલ સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની મહત્વની સંસ્થાઓના મંડળનો મહત્વનો હિસ્સો બન્યા છે.

હિંમતનગર કેળવણી મંડળમાં હવે વિદ્યાર્થીઓ અને વાલીઓ સહિત જિલ્લાના લોકોને શિક્ષણના કાર્યમાં સુવિધાઓ વધવા સાથે વિકાસ થવાની આશા છે. આ માટે જ ગત ડિસેમ્બર માસમાં યોજાયેલી સામાન્ય ચૂંટણી દરમિયાન મતદારોએ શિક્ષણ સંસ્થાઓના વિકાસ માટે ઉત્સાહ દર્શાવી મતદાન કર્યુ હતુ. ચૂંટણીમાં મતદારોએ બે પેનલો પૈકી પ્રગતિ પેલન પર ભરોસો મુકીને બહુમત કરતા વધારે બેઠકો આપી હતી. આમ પ્રગતિ પેનલે ભવ્ય જીત મેળવ્યા બાદ સત્તા સંભાળી હતી અને વિદ્યાર્થીઓ અને વાલીઓની આશાઓ કરતા વધુ વિકાસ હાથ ધરવાનો ભરોસો આપ્યો હતો.

સિદ્ધાર્થ પટેલની ટ્રસ્ટી તરીકે નિમણૂંક

આ દરમિયાન મંડળના નવા સભ્યોની બેઠકમાં મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો હતો. કેળવણી મંડળના સભ્યોની બેઠક મળી હતી અને જેમાં શામળાજી મંદિરના ટ્રસ્ટી અને હિંમતનગરના યુવા ચહેરા સિદ્ધાર્થ પ્રફુલભાઈ પટેલનો વિશેષ જવાબદારી સ્વરુપ સમાવેશ કરવામાં આવ્યો હતો. આ સાથે જ ઉદ્યોગકાર પંકજ રતીલાલ બલદાણીયા તેમજ અગ્રણી સામાજીક કાર્યકર તથા નાગરીક બેંકના ડીરેક્ટર પ્રવિણ અંબાલાલ પટેલનો સભ્ય તરીકે વરણી કરવામાં આવી હતી.

Darshan Raval Wedding: બોલિવુડની હિરોઈનો કરતા પણ વધારે સુંદર છે દર્શન રાવલની પત્ની ! જુઓ-Photo
Agriculture Tips : ઘરે સરળતાથી બનાવો આ 4 ખાતર, જાણો
આજનું રાશિફળ તારીખ : 19-01-2025
Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ

લક્ષદ્વીપ અને દમણ-દીવના પ્રશાસક પ્રફુલ પટેલના પુત્ર સિદ્ધાર્થ પટેલ સ્થાનિક યુવા ચહેરો છે અને શિક્ષણની સંસ્થાઓમાં વિકાસ માટે તેઓએ પહેલ કરવા રુપ છેલ્લા કેટલાક સમયથી કાર્ય હાથ ધર્યુ હતુ. આ સાથે જ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં અલગ છાપ સર્જાઈ છે. આ દરમિયાન તેઓનો સમાવેશ મંડળના સભ્યોએ નામને રજૂ કરીને ટ્રસ્ટી તરીકે સમાવેશ કર્યો હતો. જેથી મહત્વની શૈક્ષણિક સંસ્થાઓમાં તેમના માર્ગદર્શન થકી વિકાસ સાધી શકાય.

સંસ્થાઓમાં કરાશે સુવિધાઓનો વધારો

હાલમાં હિંમતનગર કેળવણી મંડળ બાલમંદિરથી લઈને આર્ટ્સ એન્ડ કોમર્સ, ફાર્મસી, લો સહિતની કોલેજની શૈક્ષણિક સુવિધાઓ ચલાવે છે. જેમાં હવે વર્તમાન સુવિધાઓ માટે મંડળના સભ્યો દ્વારા નિરીક્ષણ કરીને જરુરિયાત મુજબ તેમાં વધારો કરવામાં આવશે. કોલેજ અને શાળાઓના કેમ્પસમાં પણ કેટલાક જરુરી ફેરફારો પણ આવનારા દિવસોમાં જોવા મળી શકશે. શિક્ષણ વ્યવસ્થામાં પણ વધારો આવનારા દિવસોમાં મળશે એ પ્રકારના પ્રયાસો હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચો:  સરકારી અનાજ સગેવગે કરવાનું મોટું કૌભાંડ! ઇડરમાં બ.કાં. પુરવઠા વિભાગના દરોડા, જુઓ

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">