ગુજરાતમાં ક્યારે જામશે ચોમાસાની મોસમ ? જાણો ક્યારે પડશે રાજ્યમાં સાર્વત્રિક વરસાદ

ગુજરાતમાં ચોમાસાના વિધિવત મંડાણ તો ક્યારના થઈ ગયા, પરંતુ ચોમાસું આગળ વધતું અટક્યું છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ રોકાયું છે. પરંતુ હવામાન વિભાગનો અંદાજ છે કે, નબળું પડેલું ચોમાસું હવે ફરી ગતિ પકડશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 15, 2024 | 9:22 PM

ગુજરાતમાં હજુ જોઈએ એવી વરસાદની સીઝન જામી નથી. પરંતુ રાજ્યના કેટલાક શહેરમાં વરસાદે દેખા દીધી છે. ક્યાંક થોડીવાર જમાવટ બોલાવી તો ક્યાંક અમી છાંટણા વરસ્યા હતા. ઉત્તર અને મધ્ય ગુજરાત તો કોરું છે, પરંતુ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ છે.

ડાંગમા સતત ચોથા દિવસે વરસાદ વરસતા ગરમીથી લોકોને રાહત મળી હતી. વઘઇ સાપુતારા માર્ગ પર ધોધમાર વરસાદને લઇને ડાંગનું કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું હતું. તો તાપીના વાલોડ તાલુકામાં પણ ધીમીધારે વરસાદ વરસ્યો હતો. આ તરફ કચ્છના ભુજમાં વરસાદ પડતા ગરમીથી રાહત મળી હતી.

વરસાદથી રસ્તાઓ પર પાણી ફળી વળ્યા હતા. સુરતના ઓલપાડમાં આવેલા સાંધીયેર, કીમ, કુડસદ સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. જ્યારે ભાવનગરના શિહોરના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ પડતા લોકોને ઉકળાટથી રાહત મળી હતી. હવામાન વિભાગનું માનીએ તો, હજુ આગામી સાત દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે.

ગુજરાતમાં ચોમાસાના વિધિવત મંડાણ તો ક્યારના થઈ ગયા, પરંતુ ચોમાસું આગળ વધતું અટક્યું છે અને હજુ પણ દક્ષિણ ગુજરાતમાં જ રોકાયું છે. પરંતુ હવામાન વિભાગનો અંદાજ છે કે, નબળું પડેલું ચોમાસું હવે ફરી ગતિ પકડશે. 20 જૂન સુધીમાં અમદાવાદ અને આસપાસના જિલ્લામાં ચોમાસું પહોંચી શકે છે એટલે કે, હજુ અમદાવાદ પહોંચતા ચોમાસાના પાંચ દિવસ તો લાગશે. હવામાન વિભાગે ચોમાસાની આગકૂચની આગાહી તો કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">