Ahmedabad Rain : CTM વિસ્તારમાં અનેક સોસાયટી પાણીમાં ગરકાવ, શાળાઓમાં પાણી ભરાતા રજા જાહેર કરાઈ, જુઓ Video
અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. હાટકેશ્વરના કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે.
અમદાવાદમાં ગઈકાલે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેના પગલે અનેક વિસ્તારોમાં ઘુંટણસમા પાણી ભરાયા હતા. વરસાદે વિરામ લીધાના 12 કલાક બાદ પણ પાણી ઓસર્યા નથી. હાટકેશ્વરના કેટલાક વિસ્તારમાં હજુ પણ વરસાદી પાણી ભરાયેલા છે. મુખ્ય રસ્તાઓ પર હજુ પણ વરસાદી પાણી ભરાયા છે. CTM એક્સપ્રેસ હાઈવે સામેની રાજેશ પાર્ક પાસે આવેલા ઉદ્દગમ વિદ્યાલય,અર્ચના વિદ્યાલય અને ધ મધર અંગ્રેજી શાળા સંકુલમાં પણ પાણી ભરાયેલા છે.
CTMની રાજેશ પાર્ક સોસાયટીમાં ભરાયા પાણી
ભારે વરસાદના કારણે શાળાના વર્ગખંડ અને સકુંલમાં વરસાદી પાણીનો નિકાલ નહીં હોવાના કારણે પાણી ભરાયા હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવ્યું છે. કોર્પોરેશનના વાંકે સ્થાનિકોએ આખી રાત પાણીમાં વિતાવવાનો વારો આવ્યો છે. CTM વિસ્તારમાં આવેલી અમૂલ સોસાયટીમાં પણ ઠેર-ઠેર પાણી ભરાયા છે. શાળામાં પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને રજા અપાઈ છે.
અમદાવાદમાં શહેરમાં ગઈકાલે સાંજે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો. અમદાવાદ પૂર્વના વિસ્તારોમાં દોઢ ઈંચથી લઈને 6 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો છે. જેના કારણે મોટાભાગના વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી. વરસાદથી પાણી ભરાતા અનેક સ્થળે ટ્રાફિકજામ થયો હતો. મણિનગરમાં સૌથી વધુ 6 ઈંચ વરસાદ તો ઓઢવમાં 4.42 ઈંચ વરસાદ વરસ્યો. ચકુડિયામાં 4 ઈંચ, મેમ્કો અને વિરાટનગરમાં 3-3 ઈંચ વરસાદ પડ્યો છે. તેમજ નિકોલમાં 2.88 ઈંચ જ્યારે નરોડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. વટવા અને રામોલમાં પણ બે ઈંચથી વધુ વરસાદ પડ્યો છે.
ગુજરાતભરના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

રાજીનામાના ડ્રામા વચ્ચે કાંતિ અમૃતિયાનો ઓડિયો થયો વાયરલ, જુઓ Video

તંત્રએ રેસ્ક્યૂ વાહન ખસેડ્યા વીના ગંભીરા બ્રિજ પર દિવાલ ચણી લીધી !

અમૃતિયા-ઈટાલિયાના વિવાદને લઈને ગાંધીનગરમાં હાઇવોલ્ટેજ ડ્રામા-Video

કઈ રાશિના જાતકોને ભોગવવું પડશે નુકસાન અને કોને મળશે સફળતા?
