Vadodara: મોબાઇલ શો રૂમ ધારકની 8.49 કરોડની GST ચોરી પકડાઈ, શોરૂમ માલિકની ધરપકડ

વડોદરા રિજનલ યુનિટના ઇન્ટેલિજન્સ ઓફિસર નિમિત કપૂરે આરોપી પુષ્પક હરીશની ધરપકડ કરીને સેસન્સ કોર્ટમાં ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો. જયાં કોર્ટે આરોપીની જામીન અરજી ઉપર સુનાવણી મુલતવી રાખીને જેલમાં મોકલ્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 9:50 AM

વડોદરામાં  (Vadodara) એક મોબાઇલ શોરૂમના માલિકે GSTની મસમોટી રકમ ભરી નહોતી. આથી GST વિભાગ દ્વારા શોરૂમના માલિકના નિવાસ સ્થાન ઉપર તેમજ મોબાઇલની દુકાન ખાતે દરોડ પાડવામાં આવ્યા હતા. આ દરોડામાં જીએસટીના (GST) અધિકારીઓનો સમયે બિલ વગર મોબાઈલ વેચાણ કરવામાં આવતું હોવાના પુરાવા પણ પ્રાપ્ત થયા હતા. આ વ્યક્તિનું નામ પુષ્પક હરીશ હોવાનું જાણવા મળ્યું હતું  અને તે સ્માર્ટ વોચ, મોબાઇલ, લેપટોપ વગેરેનું વેચાણ કરે છે અને હરણી રોડ, અલકાપુરી તેમજ વિંડસર ખાતે મોબાઇલ શો રૂમ ધરાવતો હતો.

અધિકારીઓએ અલકાપુરી સહિત ત્રણ સ્થળોએ આવેલા મોબાઇલ સ્ટોર ધરાવતા આ શખ્સના શો રૂમમાંથી રૂપિયા 8.49 કરોડની જીએસટી ચોરી પકડી હતી. ઉલ્લેખનીય છે કે, આરોપી ગ્રે માર્કેટમાંથી મોબાઇલ અને સ્માર્ટ વોચનો જથ્થો બિલ વગર ખરીદતો હતો અને બિલ વગર જ તેનું વેચાણ કરીને જીએસટીની ચોરી કરતો હતો.  આ શખ્સને ડિરેક્ટોરેટ જનરલ ઓફ ગુડ્ઝ એન્ડ સર્વિસ ટેક્સ ઇન્ટેલિજન્સ- વડોદરા રિજનલ યુનિટના ઇન્ટેલિજન્સ ઓફિસર નિમિત કપૂરે  આરોપી પુષ્પક હરીશની ધરપકડ કરીને સેસન્સ કોર્ટમાં ચિફ જ્યુડિશિઅલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યો હતો.જયાં કોર્ટે આરોપીની જામીન અરજી ઉપર સુનાવણી મુલતવી રાખીને જેલમાં મોકલ્યો હતો.

Follow Us:
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">