કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ ઓક્ટોબરમાં આવશે ગુજરાત
ગૃહપ્રધાન અમિત શાહ, તેમની ગુજરાત મુલાકાત દરમિયાન અડાલજ ખાતે નવનિર્મિત આરોગ્ય ધામનું લોકાર્પણ કરે તેવી સંભાવના છે. આ પ્રંસગે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ પણ ઉપસ્થિત રહી શકે છે.
કેન્દ્રીય ગૃહ અને સહકાર પ્રધાન અમિત શાહ આગામી નવરાત્રી દરમિયાન ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવી રહ્યાં છે. સૂત્રો દ્વારા મળેલ માહિતી અનુસાર, અમિત શાહ આગામી 4 અને 5 ઓકટોબરના રોજ ગુજરાતની મુલાકાતે આવશે. આ દરમિયાન ગૃહપ્રધાન અમિત શાહ અનેક કાર્યક્રમોમાં હાજરી આપશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર વર્ષે શારદીય નવરાત્રિમાં તેમના મૂળ વતન ખાતે આવેલ કુળદેવીના દર્શન કરતા હોય છે. માણસા ખાતે કુળદેવી બહુચર માતાના મંદિરે, અમિત શાહ સહપરિવાર સાથે પૂજા અને આરતી કરતા હોય છે. આ ઉપરાંત ગાંધીનગર સંસદીય ક્ષેત્રમાં વિવિધ જાહેર કાર્યક્રમોમાં અમિત શાહ હાજરી આપશે.