મધ અનેક પ્રકારના રોગોને દૂર કરવા માટે એક ઉત્તમ ઘરેલું ઉપાય છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ હોવા ઉપરાંત પોષક તત્વોથી પણ ભરપૂર છે. તમે પણ ક્યારેકને ક્યારેક મધનું સેવન કર્યું જ હશે.
મધમાં ઘણા જરૂરી પોષક તત્વો હોય છે. જેમાં વિટામીન C, B6, એમિનો એસિડ, એન્ટી-બેક્ટેરિયલ, એન્ટિ-વાયરલ, એન્ટિ-ઇન્ફ્લેમેટરી અને એન્ટિઓક્સિડન્ટ ગુણોનો સમાવેશ થાય છે.
પાણીમાં મધ ઓગાળીને પીવાથી શરીરની રોગો સામે લડવાની ક્ષમતા વધે છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવે છે.
પાણીમાં મધ મિક્સ કરીને પીવાથી શરીરમાં જામેલી ચરબી ઓછી થાય છે. તેના સેવનથી મેટાબોલિઝમ ઝડપી બને છે, જે વજન ઘટાડવામાં મદદ કરે છે.
શરીરમાંથી તમામ ઝેરી તત્વોને દૂર કરવા માટે દરરોજ ખાલી પેટ મધનું પાણી પીવો. તમે તેને ડિટોક્સ ડ્રિંક તરીકે પી શકો છો.
છાતીમાં જમા થયેલ કફને દૂર કરવા માટે, દરરોજ રાત્રે સૂતા પહેલા મધ અને કાળા મરીનો પાવડર અને લીંબુનો રસ ભેળવીને નવશેકું પાણી પીવો. તેના એન્ટિ-બેક્ટેરિયલ અને એન્ટિ-વાયરલ ગુણો ખૂબ જ ફાયદાકારક છે.
ત્વચા પર મધ લગાવવા સિવાય તમે તેને પાણીમાં ઓગાળીને પણ પી શકો છો. આને પીવાથી તમામ ઝેરી તત્વો નીકળી જાય છે, જેની સીધી અસર ત્વચા પર પડે છે. તેનાથી ખીલની સમસ્યા દૂર થાય છે.