મહેસાણાઃ કડીના વણસોલ માર્ગ પરનો રેલવે અંડરબ્રિજ ચોમાસામાં પાણીથી ભરાઈ જતા સ્થાનિકો પરેશાન, જુઓ
ડી તાલુકાના કેટલાક ગામડાના લોકોને ચોમાસું કેવી રીતે પસાર કરવું એ ચિંતા સતાવી રહી છે. કારણ કે અહીં ચોમાસું આવતા જ અવરજવરનો રસ્તો જ બંધ થઈ જાય છે. ચોમાસુ બેસતા જ થોડાક વરસાદમાં વણસોલ માર્ગનો રેલવેનો અંડરપાસ પાણીથી ભરાઈ જાય છે. અંડર પાસ પાણીછી ભરાઈ જવાને લઈ લોકોની અવરજવર બંધ થઈ જાય છે.
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના કેટલાક ગામડાના લોકોને ચોમાસું કેવી રીતે પસાર કરવું એ ચિંતા સતાવી રહી છે. કારણ કે અહીં ચોમાસું આવતા જ અવરજવરનો રસ્તો જ બંધ થઈ જાય છે. ચોમાસુ બેસતા જ થોડાક વરસાદમાં વણસોલ માર્ગનો રેલવેનો અંડરપાસ પાણીથી ભરાઈ જાય છે. અંડર પાસ પાણીછી ભરાઈ જવાને લઈ લોકોની અવરજવર બંધ થઈ જાય છે.
આ અંગે સ્થાનિક લોકો દ્વારા અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. આમ છતાં પણ તેનો કોઈ જ ઉકેલ આવતો નથી.કડી તાલુકામાં વણસોલ માર્ગ પાસેનો અંડર પાસ આમ પણ તંત્રએ સાંકડો બનાવ્યો છે અને હવે તેમાં થોડા વરસાદમાં પણ પાણી ભરાઈ જવાની સમસ્યા છે.
આ પણ વાંચો: T20 વિશ્વકપમાં બેટર સાથે મેદાન પર ઝઘડી પડનારા બોલરને ICCની આકરી સજા, જુઓ
Latest Videos
Latest News