આજનું હવામાન : નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે મેઘરાજા, અંબાલાલ પટેલે કરી ભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. આજે મધ્ય ગુજરાત અને દક્ષિણમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. પાટણ, બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. વડોદરા, ખેડા, આણંદ, ભાવનગર, ભરૂચ, સુરત, વલસાડમાં પણ ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે.
અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી મોટી આગાહી
બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ રાજ્યમાં વરસાદને લઇ મોટી આગાહી કરી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર નવરાત્રીમાં વરસાદ ખેલૈયાઓની મજા બગાડી શકે છે. નવરાત્રીની શરૂઆતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. 3થી 5 ઓક્ટોબર દરિયામાં ભારે પવન ફૂંકાશે તેવી આગાહી કરવામાં આવી છે.
મધ્ય, દક્ષિણ અને સૌરાષ્ટ્રમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ અને ગાંધીનગમાં વરસાદી ઝાપટું પડી શકે છે. 8થી 10 ઓક્ટોબર દક્ષિણ-મધ્ય ગુજરાતમાં વરસાદ પડી શકે છે. 8થી 10 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ તરફ 10થી 14 ઓક્ટોબર અરબી સમુદ્રમાં વરસાદી સિસ્ટમ બને તેવી આગાહી કરવામાં આવી છે.