Porbandar Video : રાજાશાહી વખતની કોર્ટ જર્જરિત, સરકારે જૂની કોર્ટની ઇમારતને બંધ કરવાનો કર્યો નિર્ણય
પોરબંદરની મધ્યમાં આવેલું અને ન્યાય મંદિર તરીકે પ્રસિદ્ધ તેવી જૂની કોર્ટ ઇમારત જર્જરિત બની છે.જેને લઇ સરકારે જૂની કોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ ઇમારતના મેદાનની ફરતે એક દિવાલ બનાવવા પણ હિલચાલ થઇ રહી છે. કારણ કે છેલ્લાં કેટલાંક સમયથી ઇમારતના અનેક ભાગ ધરાશાયી થયા છે. ત્યારે આ ઇમારતમાં બેસીને રોજીરોટી મેળવતા લોકોની મુશ્કેલી વધી છે.
Porbandar : પોરબંદરની મધ્યમાં આવેલું અને ન્યાય મંદિર તરીકે પ્રસિદ્ધ તેવી જૂની કોર્ટ ઇમારત જર્જરિત બની છે. જેને લઇ સરકારે જૂની કોર્ટ બંધ કરવાનો નિર્ણય લીધો છે. તેમજ ઇમારતના મેદાનની ફરતે એક દિવાલ બનાવવા પણ હિલચાલ થઇ રહી છે. કારણ કે છેલ્લાં કેટલાંક સમયથી ઇમારતના અનેક ભાગ ધરાશાયી થયા છે. ત્યારે આ ઇમારતમાં બેસીને રોજીરોટી મેળવતા લોકોની મુશ્કેલી વધી છે.
આ પણ વાંચો : Porbandar Video: પૂર્વ પ્રમુખે પોતાના ભાઈને પાર્ટી પ્લોટ આપ્યો હોવાનો કોળી સમાજના આગેવાનોએ કર્યો આક્ષેપ
જેથી સ્ટેમ્પ વેન્ડર,નોટરી કરનાર અને વકીલો સહિતના લોકોને કોર્ટની ઇમારતમાં બેસવા દેવાની માગ કરાઇ છે. જો આવું ન થઇ શકે, તો વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે તેવી માગ છે. જેને લઇ આગેવાનો અને વકીલોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીને રજૂઆત કરી છે. ઉલ્લેખનીય છે કે આ ઇમારત પોરબંદરના મુખ્ય બજાર વિસ્તાર એમ.જી.રોડ પર આવેલી છે. આ ઇમારતનો ઇતિહાસ ખૂબ જૂનો છે.
પોરબંદરના અંતિમ મહારાણા નટવરસિંહે આ ઇમારતને ન્યાય મંદિર તરીકે ઉપયોગ કરવાની શરતે આપી હતી.વર્ષો સુધી તેમાં કોર્ટ સહિત અનેક સરકારી કચેરી કાર્યરત હતી. પરંતુ હવે આ ઇમારત જર્જરિત અવસ્થામાં છે.