ડાંગમાં જંગલચોરોનો આતંક : વનકર્મીઓ પર હુમલો કરી આંઠ લોકોને ઈજાગ્રસ્ત કર્યા, જુઓ વીડિયો

ડાંગના જંગલમાં લાકડાની ચોરી કરનાર શખ્સોએ આતંક માચાવ્યો છે. ઢોંગીઆંબા અને બરડીપાડા ગામે લાકડાની ચોરી કરવા જઈ રહેલા શખ્સોને વનવિભાગે અટકાવતા આ શખ્સોએ વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 11, 2024 | 6:50 AM

ડાંગના જંગલમાં લાકડાની ચોરી કરનાર શખ્સોએ આતંક માચાવ્યો છે. ઢોંગીઆંબા અને બરડીપાડા ગામે લાકડાની ચોરી કરવા જઈ રહેલા શખ્સોને વનવિભાગે અટકાવતા આ શખ્સોએ વનવિભાગના કર્મચારીઓ પર હુમલો કર્યો હતો.

આ હુમલામાં વનવિભાગના 8 કર્મચારીને ઈજા પહોંચી છે.પોલીસે 10 હુમલાખોરને ઝડપી પાડ્યા છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ શરૂ છે. ડાંગમાં સાગના લાકડાની તસ્કરીના બનાવ આવારનવાર સામે આવે છે. કાલીબેલ રેન્જમાં પણ વનકર્મીઓ પર હુમલાનો બનાવ સામે આવ્યો કે જ્યાં 4 શખ્સોને વનવિભાગની કચેરીએ લવાયા હતા. અહીં ગામલોકોએ વનકર્મીઓને બંધક બનાવી લાકડા ચોરોને છોડાવવા માટે વનવિભાગના કર્મચારી પર લાકડાના ડંડાથી હુમલો કર્યો હતો. ઈજાગ્રસ્ત વનકર્મચારીઓને આહવાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા.અહીં ટોળાએ વન વિભાગની કચેરીમાં ઘુસીને મારઝૂડ અને તોડફોડ કરી હતી..બન્ને બનાવમાં પોલીસે ફરિયાદ નોંધી છે અને કુલ 14 આરોપીની ધરપકડ કરી છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">