ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં નોંધાઈ ફરિયાદ, યુવતીના બીભત્સ ફોટા વાળા પોસ્ટર લગાવ્યાનો આરોપ, જુઓ વીડિયો
ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડી વિરૂદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. ઓલ ઇન્ડિયા ટેનિસ ચેમ્પિયન ખેલાડીએ એક યુવતીના બીભત્સ ફોટા વાળા પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં યુવતીનો એડિટ કરેલા ફોટો અને મોબાઈલ નંબર લખ્યો હોવાનું સામે આવ્યુ છે.
ઓલ ઇન્ડિયા ચેમ્પિયન ટેનિસ ખેલાડી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ છે. માધવિન કામત વિરુદ્ધ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ છે. માધવિન કામતે એક યુવતીના બીભત્સ ફોટા વાળા પોસ્ટર લગાવ્યા હતા. પોસ્ટરમાં યુવતીનો એડિટ કરેલા ફોટો અને મોબાઈલ નંબર લખ્યો હોવાનું સામે આવ્યુ છે.
દેહ વ્યાપાર કરવા માટે સંપર્ક કરવો એવા લખાણ વાળું પોસ્ટર લગાવ્યું છે. યુવતીને બીભત્સ માગણીઓ માટે કૉલ આવતા સમગ્ર ઘટના સામે આવી છે. ખેલાડી માધવીન ભોગ બનનાર યુવતી સાથે પરિચિત હોવાનો ખુલાસો થયો છે. ખેલાડી માધવીન કામત ફ્રાન્સમાં ટેનિસ ચેમ્પિયનશિપ રમવા ગયો છે.
ફોટોશોપમાં યુવતીના બીભત્સ ફોટો એડિટ કર્યો
મળતી માહિતી અનુસાર ખેલાડીએ એક યુવતીનો ફોટોને એડિટ કર્યો હતો. પિડીત યુવતીની પ્રતિષ્ઠાને ડામવા માટે અને તેના સાથે બદલો લેવા માટે આ પ્રકારનુ કૃત્ય કર્યુ હોવાનું સામે આવી રહ્યુ છે.
ખેલાડીએ બીભત્સ ફોટો એડિટ કરીને અમદાવાદમાં અલગ – અલગ જગ્યાએ પોસ્ટ વાયરલ કરી હોવાનું પણ સામે આવી રહ્યુ છે. અમદાવાદ સાયબર ક્રાઈમમાં કલમો – 354A, 469, 509 અને IT એક્ટ ગુનો નોંધવામાં આવ્યો છે.