Surendra Nagar: વઢવાણનો રાજાશાહી સમયનો 1400 વર્ષ જૂનો ગઢ થયો ધરાશાયી- જુઓ Video

સુરેન્દ્રનગરના વઢવાણમાં આવેલો રાજાશાહી સમયનો ઐતિહાસિક ગઢ ધરાશાયી થયો છે. 1400 વર્ષ જૂનો અને સૌરાષ્ટ્રનો એકમાત્ર સુરક્ષિત ગણાતો આ ગઢ તૂટી પડ્યો છે. ગઢ ધરાશાયી થયા બાદ હવે નગરપાલિકા તંત્રના અધિકારીઓ વઢવાણ દોડી આવ્યા છે.

Follow Us:
| Updated on: Jul 04, 2024 | 6:08 PM

સુરેન્દ્રનગરના વઢવાણની ઓળખ સમો 1400 વર્ષ જૂનો ઐતિહાસિક ગઢ ધરાશાયી થયો છે. આ ગઢની જાળવણી માટે ગ્રાન્ટની ફાળવણી થતી હોવા છતા ગઢનું સમારકામ ન થતુ હોવાના આક્ષેપ થઈ રહ્યા છે. સમારકામ ન કરાતા રાજાશાહી સમયનો આ ગઢ જર્જરીત બન્યો હતો. પુરાતત્ત્વ વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અવારનવાર તંત્ર તેનુ યોગ્ય સમારકામ કરે તેવી માગ ઉઠાવવામાં આવી હતી.

1400 વર્ષ જૂનો ગઢ જાળવણીના અભાવે બન્યો જર્જરીત

સૌરાષ્ટ્રને એકમાત્ર રાજાશાહી સમયનો સુરક્ષિત ગણાતો ગઢ પણ તંત્રની બેદરકારીના કારણે ધબાય નમ: થયો છે. ગઢ ધરાશાયી થતા નજીકના કેબિનધારકને પણ નુકસાન થયુ છે. હાલ નગરપાલિકાના અધિકારીઓએ વઢવાણમાં ધામા નાખ્યા છે અને પાલિકાના ચીફ ઓફિસર તેમજ પ્રમુખે સર્વેની કામગીરી હાથ ધરી છે. ગઢ પર દબાણકર્તાઓને નોટિસ આપી કાર્યવાહી કરવાના આદેશ અપાયા છે.

Input Credit- Sajid Belim- Surendra Nagar

આજનું રાશિફળ તારીખ 07-07-2024
વાહન ચલણ ભરવાના ખોટા મેસેજ આવે તો રહેજો સાવધાન, આ છે સાચી લિન્ક
નતાશા સાથે લગ્ન કરતા પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે હાર્દિક પંડ્યાના અફેરની ચર્ચા
Tomato Side Effects : આ લોકો માટે ટમેટાં છે 'ઝેર' સમાન
કિડનીમાં પથરી થવાના કારણો શું છે?
ચોમાસામાં ગોળની ચા પીવાના 10 ફાયદા જાણો

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">