તાપી : ડાંગરની વાવણી બાદ મેઘરાજાના રીસામણાથી પાક નિષ્ફળ જવાની ભીંતિ, જુઓ વીડિયો

તાપી : "ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો"...આ કહેવત તાપી જીલ્લાને લાગુ પડે છે કારણ કે અહીં ઉકાઈ ડેમ આવેલો હોવા છતા અહીં 50 ટકાથી વધુ ખેડૂતોને સિંચાઇની વ્યવસ્થા મળી નથી.અહીં મોટા ભાગના ખેડૂતો ચોમાસુ ખેતી પર નિર્ભર રહે છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2024 | 6:40 AM

તાપી : “ઘરના છોકરા ઘંટી ચાટે અને પારકાને આટો”…આ કહેવત તાપી જીલ્લાને લાગુ પડે છે કારણ કે અહીં ઉકાઈ ડેમ આવેલો હોવા છતા અહીં 50 ટકાથી વધુ ખેડૂતોને સિંચાઇની વ્યવસ્થા મળી નથી.અહીં મોટા ભાગના ખેડૂતો ચોમાસુ ખેતી પર નિર્ભર રહે છે.

જોકે આ વખતે શરૂઆતમાં સારો વરસાદ થતા ખેડૂતોએ ડાંગરની વાવણી તો કરી પણ બાદમાં વરસાદ ન આવતા પાક નિષ્ફળ જવાની ભીંતિ સર્જાઇ છે.ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે વરસાદ સારો વરસે અને ખેતીમાં સારુ ઉત્પાદન મળે.

તાપીમાં સામાન્ય મેઘ મહેર થતા જ ખેડૂતો ખેતીકામમાં જોડાયા છે.અહીં સિંચાઇની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે ખેડૂતોને ચોમાસા સીવાય બીજી ઋતુમાં ભારે મુશ્કેલી થતી હોય છે.ત્યારે સિંચાઇની સરકાર દ્વારા સુવિધા કરી આવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે.વર્ષમાં ફક્ત એકવાર જ પાક લેવા ખેડૂતો મજબૂર બન્યા છે અને ચાલુ વર્ષે સામાન્ય વરસાદની શરૂઆત થતા તેઓ ખેતી કાર્યમાં જોડાઈ ગયા છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">