સુરત વીડિયો : પ્રિ એક્ટિવ સીમકાર્ડ સાથે 3ની ધરપકડ કરી 672 સીમકાર્ડ કબ્જે કરાયા, ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં થતો હતો ઉપયોગ
સુરત પોલીસે પ્રિ એક્ટિવ સીમકાર્ડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે 3 શખ્સો 672 જેટલા પ્રિ એક્ટિવ સીમકાર્ડ વેચે છે જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે.
સુરત પોલીસે પ્રિ એક્ટિવ સીમકાર્ડના રેકેટનો પર્દાફાશ કર્યો છે. સુરત પોલીસને બાતમી મળી હતી કે 3 શખ્સો 672 જેટલા પ્રિ એક્ટિવ સીમકાર્ડ વેચે છે જેનો ઉપયોગ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં થાય છે.
આ સીમકાર્ડનો ઉપયોગ ક્રિકેટના સટ્ટા, ઓનલાઇન ગેમ-શોપિંગ, ડમી લિંક, ઠગાઈ સહિતના વેપલા ઉપયોગમાં લેવાતા હોવાનું બહાર આવ્યું હતું, મુંબઇમાં એરટેલ અને વોડાફોનના પ્રમોટરો મુકેશ અને ભગવાન પાસે ગ્રાહકો સિમકાર્ડ ખરીદવા માટે આવતા હતા. તે ગ્રાહકો પાસેથી સિમકાર્ડ ખરીદવા માટે જરૂરી ડોક્યુમેન્ટ મેળવી છેતરપિંડી કરતા હતા 2 હજાર સુધી એક સીમકાર્ડના લેવામાં આવતા હતા.
સરોલી પોલીસે કૌભાંડ ઝડપી પાડી 672 પ્રિ એક્ટિવ સીમકાર્ડ સાથે 3 ની ધરપકદ કરી છે. આ પ્રિ-એક્ટિવ સીમકાર્ડનો ક્રિકેટના સટ્ટા, ઓનલાઇન ગેમ-શોપિંગ, ડમી લિંક, ઠગાઈ સહિતના વેપલામાં ઉપયોગ કરાતો હતો.
Latest Videos
Latest News