શું છે LIC ની જીવન શિરોમણી પોલિસી

18 નવેમ્બર, 2024

ભારતીય જીવન વીમા નિગમ એટલે કે LIC એ દેશની સૌથી મોટી વીમા કંપની છે. આજે અમે તમને તેની જીવન શિરોમણી પોલિસી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે 1 કરોડ રૂપિયા સુધીનું ફંડ બનાવી શકો છો.

જીવન શિરોમણી પોલિસીમાં, દર મહિને રૂપિયા 94,000 ની ડિપોઝીટ પર 1 કરોડની વીમા રકમ ઉપલબ્ધ છે.

આ યોજના હેઠળ 14, 16, 18 અને 20 વર્ષ માટે પ્રીમિયમ ચૂકવવાનું રહેશે.

આ પોલિસી ખરીદવાની લઘુત્તમ ઉંમર 18 વર્ષ છે અને મહત્તમ ઉંમર 45 થી 55 વર્ષ સુધીની છે.

આ પૉલિસી હેઠળ, નિશ્ચિત ટકાવારીની વીમાની રકમ ઉપલબ્ધ છે. ઉદાહરણ તરીકે, 14 વર્ષની પોલિસીમાં, 10મા અને 12મા વર્ષમાં 30 ટકા વીમા રકમ ઉપલબ્ધ છે.

જ્યારે 16 વર્ષની પોલિસી પર, 12મા અને 14મા વર્ષમાં 35 ટકાની વીમા રકમ ઉપલબ્ધ છે.

18 વર્ષની પોલિસીમાં, 14મા અને 16મા વર્ષમાં 40 ટકા વીમા રકમ ઉપલબ્ધ છે.

20 વર્ષની પોલિસીમાં, 16મા અને 18મા વર્ષમાં 45 ટકા વીમા રકમ ઉપલબ્ધ હોય છે.

નોંધ : અહીં આપવામાં આવેલી માહિતી ફક્ત આપની જાણકારી માટે છે. કોઈ પણ રોકાણ કરવા પહેલા નિષ્ણાંતોની સલાહ લેવી જરૂરી છે.