સુરત : કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો સત્કાર સમારંભ યોજાયો, જુઓ વીડિયો
સુરત: કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડુમસ રોડ પર ગ્રીન્ડ પાર્ટી પ્લોટમાં આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સુરત: કેન્દ્રીય પ્રધાન અને પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલનો આભાર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ડુમસ રોડ પર ગ્રીન્ડ પાર્ટી પ્લોટમાં આભાર દર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
સત્કાર સમારંભમાં સી આર પાટીલે કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે તેમને ગુજરાતમાં ક્લિન સ્વીપ ન થવા અંગે રંજ વ્યક્ત કર્યો હતી. તમેને આ બાબતે કહ્યું હતું કે, “મારી કચાશ રહી ગઇ હશે, તેની જવાદારી હું લઉં છું”. ગુજરાતમાં એક સીટ તૂટી તેની જવાબદારી પાટીલે સ્વીકારી હતી.
ગુજરાત ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ હવે કેન્દ્રીય મંત્રી બન્યા છે. જલ શક્તિ મંત્રાલયની જવાબદારી તેમને સોંપવામાં આવી છે. આ વખતે તેઓ રેકોર્ડ સંખ્યામાં મતોથી જીત્યા છે. તેમનો રેકોર્ડ એવો રહ્યો છે કે તેમની જીતના આંકડા દર વખતે વધી રહ્યા છે. તેમને પીએમ મોદીના નજીકના લોકોમાંથી એક માનવામાં આવે છે. તેઓ છેલ્લા 36 વર્ષથી રાજકારણમાં સક્રિય છે.